કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ આખરે જેલમાંથી છૂટ્યા

0
66

દેશમાં લોકશાહી બાકી રહી જ નથી : સિદ્ધુ

પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર : સિદ્ધુ

sidhhu

34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આખરે ૧૦ મહિના બાદ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા સંભળાવી હતી. જોકે, જેલના નિયમો મુજબ, કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી. આ સંદર્ભમાં માર્ચના અંતના 48 દિવસ પહેલા તેમની સજા પૂર્ણ થઇ ગઈ છે. સિદ્ધુની મુક્તિ પહેલા જ કોંગ્રેસના ઘણા કાર્યકરો પટિયાલા જેલની બહાર પહોંચી ગયા હતા અને ઢોલ-નગારાં વગાડીને સિદ્ધુનું સ્વાગત કર્યું હતું. જેલમાંથી બહાર આવતાની સાથે જ સિદ્ધુએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે, “દેશમાં લોકશાહી બાકી રહી જ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાના કાવતરામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”