SEBI chief ફરી ઘેરાયા વમળોમાં… હિંડનબર્ગ બાદ હવે સેબી ચીફ પર કોંગ્રેસ બોમ્બ

0
144
SEBI chief ફરી ઘેરાયા વમળોમાં... હિંડનબર્ગ બાદ હવે સેબી ચીફ પર કોંગ્રેસ બોમ્બ, 'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...'
SEBI chief ફરી ઘેરાયા વમળોમાં... હિંડનબર્ગ બાદ હવે સેબી ચીફ પર કોંગ્રેસ બોમ્બ, 'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...'

SEBI chief Madhabi Puri Buch:સેબીના વડા સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ સામેના હિન્ડેનબર્ગ રિપોર્ટના આક્ષેપોના વાદળો હજુ દૂર થયા ન હતા ત્યારે કોંગ્રેસે નવા આરોપોનો બોમ્બ ફેંક્યો છે. પીર્ટીના મીડિયા ઈન્ચાર્જ પવન ખેડાએ આજે ​​સેબીના ચેરમેન પર અનેક આક્ષેપો કર્યા છે.

ICICI બેંકમાંથી પગારને લઈને હોબાળો

કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, સેબીની ભૂમિકા શેરબજારને નિયમન કરવાની છે, જ્યાં આપણે નાણાંનું રોકાણ કરીએ છીએ. ત્યારે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ખેડાએ આક્ષેપ કર્યો હતો કે માધબી પુરી બુચ સેબીના અધ્યક્ષ હોવા છતાં ICICI બેંકમાંથી પગાર લે છે.

SEBI chief ની નિમણૂક કોણ કરે છે?

કોંગ્રેસે એ પણ પૂછ્યું કે સેબીના ચેરમેનની નિમણૂક કોણ કરે છે? આ કેબિનેટ, વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની નિમણૂક સમિતિ છે. આ સમિતિમાં બે સભ્યો છે અને તે સેબીના અધ્યક્ષની નિમણૂક માટે જવાબદાર છે.

ICICI બેંકમાંથી 16 કરોડ 80 લાખ રૂપિયાની આવક

કોંગ્રેસે કહ્યું કે, સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ 2017 થી 2024 વચ્ચે ICICI બેંકમાંથી 16 કરોડ 80 લાખ રૂપિયાની નિયમિત આવક લેતા હતા. તે સેબીના પૂર્ણ સમયના સભ્ય છે, તો પછી તમે ICICI પાસેથી પગાર કેમ લેતા હતા, આ એક મોટો પ્રશ્ન છે. આ નિયમોનું ઉલ્લંઘન છે. આ પછી 2019-20માં તેમનો પગાર પણ વધે છે.

ત્રણ જગ્યાએથી પગાર લેવાનો આરોપ

કોંગ્રેસ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સેબીના વડા (SEBI chief) ત્રણ જગ્યાએથી પગાર લઈ રહ્યા છે. તેણે કહ્યું કે માધાબી ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ અને SEBI પાસેથી પગાર લેતા હતા.

શતરંજ કે ખેલાડી કોન?

કોંગ્રેસ નેતા પવન ખેડાએ આગળ કહ્યું કે, ICICI ના અનેક કેસ સેબીના હાથમાં છે. અને સેબી તેના પર નિર્ણય પણ લઈ રહી છે. તો આ શતરંજના ખેલાડી કોણ છે, અને તેને ડર પણ નથી કે, ક્યારે તો સત્ય બહાર આવશે જ.  

પવન ખેડેએ કહ્યું છે કે, આ દેશમાં શતરંજની રમત રમાઈ રહી છે. જેનો ખેલાડી કોણ છે, તેના પર અમે નિર્ણાયક રૂપે પહોંચી શક્યા નથી. પરંતુ અલગ-અલગ મોહરા છે. જેમાંથી એક મોહરુ માધબી પુરી બુચ છે.

હિન્ડેનબર્ગના આક્ષેપો

SEBI chief ફરી ઘેરાયા વમળોમાં... હિંડનબર્ગ બાદ હવે સેબી ચીફ પર કોંગ્રેસ બોમ્બ, 'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...'
SEBI chief ફરી ઘેરાયા વમળોમાં… હિંડનબર્ગ બાદ હવે સેબી ચીફ પર કોંગ્રેસ બોમ્બ, ‘માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો…’

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સેબીના ચેરમેને અદાણીની શેલ કંપનીઓમાં પૈસા રોક્યા છે. જોકે, સેબીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

SEBI chief મામલે કોંગ્રેસના સવાલ

જ્યારે સેબીના વડા (SEBI chief) ની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેના માપદંડ શું છે?

શું આ હકીકતો ACC સમક્ષ નિમણૂક સમયે જાહેર કરવામાં આવી હતી કે નહીં?

શું વડાપ્રધાનને ખબર હતી કે સેબીના અધ્યક્ષ ICICI પાસેથી પણ પગાર લે છે?

શું પીએમ એ વાતથી વાકેફ છે કે સેબીના ચેરપર્સન ICICIની ઘણી બાબતો પર નિર્ણય લઈ રહ્યા છે?

સેબીના ચેરપર્સન વિશે ઘણી બધી હકીકતો સામે આવી છે, છતાં તેમનું રક્ષણ કોણ કરી રહ્યું છે?

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો