‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
83

અગાઉ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢાએ જ નોંધાવી ફરિયાદ

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટી.વી સ્ક્રીન પર ભલે દોઢ દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો હોય, પરંતુ આ શો કેટલાક વિવાદોથી પણ ઘેરાયેલો છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવેલ શૈલેશ લોઢાએ હવે મેકર્સ સામે ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શૈલેષ લોઢાએ માર્ચના પહેલા સપ્તાહમાં અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આ ફરિયાદ બાકી નાણા અને નિર્માણ સાથેના મતભેદને લઈને નોંધાવી છે. શૈલેષે આ મામલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મદદ લીધી છે.હવે આ મામલે મે મહિનામાં સુનાવણી થવાની છે. મહત્વનું છે કે, શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહ્યું છે. લોઢા અને નિર્માતા અસિત મોદી વચ્ચે લાંબા સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે.