સીએનજી પીએનજીની કિમતોમાં મળશે રાહત- કેન્દ્ર સરકારે કર્યો નિર્ણય

0
252

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સીએનજી-પીએનજીના ભાવ નક્કી કરવા નવી ફોર્મ્યુલા અને નેશનલ સ્પેસ પોલિસીને 2023ને મંજૂરી આપી છે. ગુરુવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. વળી, સીએનજી અને પાઇપવાળા રાંધણ ગેસના ભાવ પર પણ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકના નિર્ણયોની જાણકારી આપતા આ વાત કહી હતી. ઠાકુરે કહ્યું કે કેબિનેટે એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ એમએમબીટીયુની બેઝ પ્રાઇસને મંજૂરી આપી છે. તેમજ મહત્તમ કિંમત 4.6 ડોલર પ્રતિ એમએમબીટીયુને મંજૂર કરવામાં આવી છે

નવી ફોર્મ્યુલા હેઠળ હવે ડોમેસ્ટિક નેચરલ ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. ડોમેસ્ટિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10 ટકા થઈ જશે. તેને દર મહિને નોટિફાઇ કરવામાં આવશે. તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ વગેરેને લાભ થશે. તેનાથી સામાન્ય ઘરેલુ ગ્રાહકોથી લઈને ખેડૂતો, ડ્રાઈવરોને સીધો ફાયદો થશે