CNAP : ટૂંક સમયમાં તમે જાણી શકશો કે તમને કોણ કોલ કરી રહ્યું છે. પછી કોલ ઉઠાવવો કે નહીં, તેનો નિર્ણય લઇ શકો છો. હવે કોણ ફોન કરી રહ્યું છે તે જાણવું યુઝર્સ માટે ખૂબ જ આસાન થઈ જશે. હવે સરકારી ટ્રુ કોલર જેવી સુવિધા માટે ટ્રાઈએ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ટૂંક સમયમાં આપના મોબાઈલ પર નંબરની સાથે સાથે કોલરનું અસલી નામ પણ આવી જશે.

CNAP : અત્યારે લોકો ટ્રુ કોલર જરૂર થી યુઝ કરતા હશે કેમ કે લોકોને આવનાર કોલ કોનો છે તેના પર થી નક્કી કરતા હોય છે કે કોલ રીસીવ કરવો કે નહિ, ત્યારે હવે સરકાર પોતાનું ટ્રુ કોલર ફકશન લાવી રહી છે, તમને હવે કોઈનો કોલ આવશે તો હવે ફોન પર એજ નામ આવશે, જે તેણે મોબાઈલ કનેક્શન લેવા માટે ફોર્મમાં આપેલા પુરાવા પર આધારિત હશે. તેનાથી નકામા કોલ પર લગામ લાગશે અને અસલી કોલરની ઓળખાણ થશે.

CNAP : તેના વિશે ટ્રાઈએ 29/11/2022ના રોજ દૂરસંચાર નેટવર્કમાં કોલિંગ નેમ પ્રેજેંટેશન (CNAP)નો પરિચય પર એક પરામર્શ પત્ર જાહેર કર્યો હતો. તેમાં તમામ હિતધારકોનો મત માગવામાં આવ્યો હતો. તેના માટે પરામર્શ પત્ર પર એક ઓપન હાઉસ ચર્ચા 9/3/2023ના રોજ વર્ચુઅલ મોડ દ્વારા આયોજીત કર્યું હતું.
હિતધારકો પાસેથી આવેલી ટિપ્પણી/ ઈનપુટ અને પોતાના સ્વંય વિશ્લેષણના આધાર પર ટ્રાઈએ ભારતીય દૂરસંચર નેટવર્કમાં કોલિંગ નેમ પ્રજેંટેશન સેવાની શરુઆત પર પોતાની ભલામણોને અંતિમ રુપ આપી દીધું છે.

CNAP : ભણામણોની મુખ્ય વિશેષતાઓ
ભારતીય દૂરસંચાર નેટવર્કમાં કોલિંગ નેમ પ્રેંજેંટેશન અનુપૂરક સેવા શરુ કરવી જોઈએ.
તમામ સેવા પ્રદાતાઓને પોતાના ટેલીફોન ગ્રાહકોને તેમના અનુરોધ પર કોલિંગ નેમ પ્રજેંટેશન પૂરક સેવા આપવી જોઈએ.
ગ્રાહક આવેદન પ્રપત્રમાં ટેલીફોન ગ્રાહક દ્વારા પ્રદાન કરવામાં આવેલી નામ ઓળખાણ જાણકારીનો ઉપયોગ સીએનએપી પ્રયોજન માટે કરવો જોઈએ.
ભારતીય દૂરસંચાર નેટવર્કમાં સીએનએપીના કાર્યાન્વયન માટે એક ટેકનિક મોડલની રુપરેખા તૈયાર કરી છે.
ભલામણોની મંજૂરી બાદ સરકારને ઉપયુક્ત કટ ઓફ તારીખ બાદ ભારતમાં વેચાતી તમામ ઉપકરણોમાં સીએનએપી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય નિર્દેશ જાહેર કરવા જોઈએ.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे