CM Yogi Attacks Opposition:ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘બાંગ્લાદેશ હિંસા’ અને ‘ગાઝા સંકટ’ના મુદ્દે વિપક્ષોને આડે હાથ લીધા. તેમણે વિપક્ષો પર દોઢમાપી વલણ અને વોટબેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
યોગી આદિત્યનાથે કહ્યું કે, વિપક્ષો ગાઝા પટ્ટીની સ્થિતિને લઈને કેન્ડલ માર્ચ કાઢે છે અને આંસુ વહાવે છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ અને દલિત યુવાનો પર થતા અત્યાચાર સામે તેમની બોલતી બંધ થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારનું વલણ વિપક્ષોના તૃષ્ટિકરણના રાજકારણને સ્પષ્ટ કરે છે.

CM Yogi Attacks Opposition: ‘ગાઝા માટે આંસુ, બાંગ્લાદેશ પર ચુપ્પી’
CM યોગીએ કહ્યું, “તમે લોકો ગાઝા માટે આંદોલન કરો છો, પરંતુ બાંગ્લાદેશમાં દલિત હિંદુ યુવાનની હત્યા થાય ત્યારે તમારું મોં બંધ થઈ જાય છે. આ તમારા બેવડા ધોરણો દર્શાવે છે.”
CM Yogi Attacks Opposition :‘તમારા કારણે પાકિસ્તાન બન્યું’
વિધાનસભામાં આક્રમક અંદાજમાં બોલતા યોગી આદિત્યનાથે કહ્યું કે, “તમારા કારણે જ પાકિસ્તાન બન્યું. જો એવું ન થયું હોત તો હિંદુઓનો નરસંહાર ન થયો હોત.” તેમણે સમાજવાદી પાર્ટી પર આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશના અનેક લોકોને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરવામાં આવી છે.
CM Yogi Attacks Opposition:ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કડક સંદેશ
CM યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓ ભારતના હિતોના વિરોધમાં કામ કરે છે અને બાંગ્લાદેશમાં હિંદુ-શીખ સમુદાય પર અત્યાચાર થાય છે. “આવા બાંગ્લાદેશીઓને અમે છોડવાના નથી,” તેમ તેમણે ચેતવણી આપી.
યોગી આદિત્યનાથના આ નિવેદન બાદ વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને વિપક્ષ તરફથી પણ કડક પ્રતિક્રિયાઓ આવી હતી.



