સીએમ નીતીશકુમાર કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા

0
303

સમય આવતા કેજરીવાલ આનો જવાબ આપશે : સીએમ નીતીશ કુમાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન એટલે કે, CBIએ દારુ કૌભાંડના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેજરીવાલને સમર્થન આપ્યું છે. સીએમ નીતીશ કુમારે કહ્યું છે કે, “તમામ લોકો પોતપોતાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષી એકતા માટે અભિયાન ચાલી રહ્યું છે. તમામ લોકો જોવે છે કે શું થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે ઘણું કામ કર્યું છે. તેને ખૂબ માન છે. આનો જવાબ તે પોતે સમય આવશે ત્યારે આપશે.”