CM Bhupendra Patel: ગુજરાત રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો અને મ્યુનિસપિલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી.
CM Bhupendra Patel: સાત જિલ્લાઓના કલેક્ટર સાથે કોન્ફરન્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી, તેમજ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ સફાઈ, દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ હાથ ધરવા સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, વરસાદને પરિણામે જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય ત્યાં તાત્કાલિક ધોરણે કામ કરવા નિર્દેશ આપ્યા તેમજ ત્યાં સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર દ્વારા ચાલી રહેલ કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ નુકસાનના કારણે બંધ થયેલા માર્ગો પરની આડશો હટાવી ત્વરાએ પુનઃ વાહન વ્યવહારયુક્ત બને તે માટે જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.
રાજ્યના જળાશયો અંગે માહિતી મેળવી
રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરીને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાનમાલની સલામતીના પગલાં લેવા માટેની તાકીદ પણ મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ કરી હતી.
તેમણે (CM Bhupendra Patel) માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ સતર્કતા સાથે આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. તેમજ રેસ્ક્યુ કામગીરી માટે તૈનાત NDRF અને SDRFની ટીમ અંગેની વિગતો પણ મેળવી હતી.
સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા. વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.
રાહત-બચાવ માટે તત્પર
NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો