Mount Everest: માઉન્ટ એવરેસ્ટ પર જામ, ભીડને કારણે બરફનો એક ભાગ તૂટયો, 2 ક્લાઇમ્બર્સ ‘ડેથ ઝોન’માં ગાયબ

0
164
Mount Everest: માઉન્ટ એવરેસ્ટ પર જામ, ભીડને કારણે બરફનો એક ભાગ તૂટયો, 2 ક્લાઇમ્બર્સ 'ડેથ ઝોન'માં ગાયબ
Mount Everest: માઉન્ટ એવરેસ્ટ પર જામ, ભીડને કારણે બરફનો એક ભાગ તૂટયો, 2 ક્લાઇમ્બર્સ 'ડેથ ઝોન'માં ગાયબ

Mount Everest: હાલમાં જ કેદારનાથ ધામની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે લોકો ભક્તિના રંગોથી એટલા રંગાઈ ગયા કે દર્શન માટે આટલો મુશ્કેલ રસ્તો હોવા છતાં તેઓ ત્યાં પહોંચ્યા. પરંતુ આવો નજારો વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પણ જોવા મળે છે. આ દિવસોમાં માઉન્ટ એવરેસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વત પર ચડતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ (Mount Everest) એવરેસ્ટ પર જામ છે. એકસાથે 200 ક્લાઇમ્બર્સ 8,790 મીટરની ઉંચાઈએ સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપ પર પહોંચ્યા. 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ અહીંથી 200 ફૂટ દૂર છે. ભીડ ભેગી થવાને કારણે અહીં બરફનો એક ભાગ તૂટી ગયો.

Mount Everest: ચટ્ટાન તૂટતા 6 ક્લાઇમ્બર્સ ઊંડી ખીણમાં પડ્યા

ભીડ ભેગી થવાને કારણે અહીં બરફનો એક ભાગ તૂટી ગયો. આ દરમિયાન 6 ક્લાઇમ્બર્સ ત્યાં અટવાયા હતા. જો કે, આમાંથી 4 લોકો દોરડાની મદદથી પાછા આવવામાં સફળ થયા હતા. બે ક્લાઇમ્બર્સ (એક બ્રિટિશ અને નેપાળી) હજારો ફૂટ નીચે પડ્યા અને બરફમાં દટાયા. આ ઘટના 21 મેના રોજ બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. 4 દિવસ સુધી બરફમાં ફસાયા બાદ બંને પર્વતારોહકોના મોતની આશંકા સેવાય રહી છે.

Mount Everest:  2 climbers missing in 'death zone'
Mount Everest: 2 climbers missing in ‘death zone’

નેપાળના પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને લોકો એવરેસ્ટ (Mount Everest) પર ચઢી રહેલા 15 પર્વતારોહકોના જૂથનો ભાગ હતા. જ્યારે બરફનો એક ભાગ તૂટી ગયો, ત્યારે તેઓ દક્ષિણ શિખર તરફ પડ્યા. આને ટેકરીનો ડેથ ઝોન કહેવામાં આવે છે, જ્યાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે.

4 દિવસથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન, બચવાની આશા ઘણી ઓછી છે એડવેન્ચર કંપની 8K એક્સપિડિશન્સે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓ બે ક્લાઇમ્બર્સને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, હવે તેમના બચવાની શક્યતા ઘણી ઓછી છે. ચઢાણનું નેતૃત્વ કરી રહેલી કંપનીએ કહ્યું કે હિલેરી સ્ટેપ પરથી બરફનો ટુકડો પડ્યો હતો. તે શિખર નજીક બરફનો એક ઊભો વિભાગ હતો. અહીંથી બંને આરોહકો તિબેટ તરફ પડ્યા છે.

Mount Everest: આરોહકોએ શિખર પર પહોંચવા કરી હરીફાઈ

વાસ્તવમાં, એવરેસ્ટ પર ચઢવા માટેની બારી 21 મેના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ ખોલવામાં આવી હતી. બધા આરોહકો શિખર પર પહોંચવા માટે હરીફાઈ કરતા હતા. દરેક પર્વતારોહકને માત્ર બે મિનિટ માટે શિખર પર રોકવાની છૂટ હતી. સામાન્ય રીતે, પર્વતારોહકોને એવરેસ્ટની ટોચ પર રોકવા માટે માત્ર 10 મિનિટનો સમય આપવામાં આવે છે.

વીડિયો જોયા બાદ લોકોએ માનવીની ટીકા

આ વીડિયો વાયરલ થતા જ લોકો તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહે છે કે લોકોએ માઉન્ટ એવરેસ્ટને દાદર સ્ટેશનમાં ફેરવી દીધું છે. તો કોઈ કહે છે કે પીક અવર્સ દરમિયાન ઘાટકોપર અને વર્સોવા મેટ્રો સ્ટેશન પર આવી સ્થિતિ જોવા મળે છે. આ નજારો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તે જ સમયે, આટલી ભીડ જોઈને ઘણા લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું કે ભીડથી માઉન્ટ એવરેસ્ટ પર કચરો ફેલાવે છે. તેઓ પ્રકૃતિ સાથે ચેડા પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો