CHOLERA : રાજ્યમાં બેવડી ઋતુના પગલે ઠેર – ઠેર રોગચાળો વકર્યો છે. ઉપલેટાના તણસવા ગામે કોલેરાથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થયા છે. આ અગાઉ 4 બાળકોના મોત કોલેરાથી થયા હતા. ત્યારે ફરી કોલેરાગ્રસ્ત બાળકનું જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. કારખાનામાં મજૂરી કામ માટે આવેલા શ્રમિકોના આ બાળકો હતા
CHOLERA : ઉપલેટાના તણસવા ગામના 5 બાળકોના મોત
આ ઘટનાને લેઈને લલિત વસોયાએ પણ ઘણા આક્ષેપ કર્યા છે. તેમને આક્ષેપ કરતા કહ્યુ છે કે તંત્ર શુદ્ધ પીવાનું પાણી પુરુ પાડી શકતુ નથી એટલે દોષનો ટોપલો કારખાનાના માથે નાંખે છે. રાજકોટના તણસવા ગામે કોલેરાથી 5 બાળકોના મોતનો મુદ્દા પર ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠાવ્યા છે
“અગાઉ કોલેરાના કારણે શ્રમિકોના 4 બાળકોના મોત થયા હતા. “ફરી એક બાળકનું જામનગર સિવિલમાં સારવાર હેઠળ મોત થયુ છે. જેના પગલે લલિત વસોયાએ તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કર્યો છે. તંત્ર લોકોને શુદ્ધ પાણી નથી આપી શકતું અને તેની જગ્યા કારખાના સીલ કરીને ધન્યતા અનુભવે છે. આરોગ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓ બેદરકાર છે. 2020માં શરૂ થયેલી પાણીની યોજના તંત્રએ બંધ કરી હોવાનું પણ જણાવ્યુ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો