Chinese train : જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં ચીન પહોંચી જાય, આવી જ એક વાતને સાર્થક કરતુ ચીન ફરીવાર પોતાની ટેકનોલોજીને લઈને ચર્ચામાં છે, દુનિયામાં રેલ્વેને શરૂઆત થયે 200 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો, ટ્રેન ક્ષેત્રમાં ઘણા બદલાવો આવી ગયા, સ્ટ્રીમ ટ્રેનથી લઈને આપણે બુલેટ ટ્રેન જોઈ લીધી, પરંતુ આ ટ્રેનના વિકાસમાં એક વાત કોમન હતી, તમામ ટ્રેન માટે એક ટ્રેકની જરૂર પડતી હતી, પરંતુ ચીને તો હદ જ કરી દીધી, ચીને હવે રસ્તા પર ટ્રેન દોડાવાની શરૂઆત કરી દીધી છે.
Chinese train ભાવિ રેલ સિસ્ટમ ખૂબ જ અનોખી હશે. ટ્રેન પાટા વગર ચાલશે. આવું કહેવામાં આવતું હતું પરંતુ આ ચીને કરી બતાવ્યું છે, ચીન રસ્તા પર ટ્રેન ચલાવનાર પ્રથમ દેશ બની ગયો છે. ચીને એક એવી ટ્રેન સિસ્ટમ તૈયાર કરી છે જેમાં ટ્રેનો પાટા વગર ચાલી શકે છે.
Chinese train : 70 કિમી પ્રતિકલાકની ઝડપે રસ્તા પર દોડશે ટ્રેન
ચીને વિશ્વને પ્રથમ સ્માર્ટ ટ્રેન ભેટમાં આપી છે. આ વાહન વર્ચ્યુઅલ રેલ લાઇન પર ચાલશે. ચીનના રસ્તાઓ પર આ લાઈનો નાખવામાં આવી છે. તેને ચીનના ઝુઝોઉ પ્રાંતમાં તૈયાર કરવામાં આવી છે.આ ટ્રેન એક સમયે 300 મુસાફરોને લઈ જવા સક્ષમ છે. ટ્રેનની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ટ્રેનમાં ત્રણ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. આને મેટ્રોની જેમ એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. જેના કારણે સ્માર્ટ ટ્રેનની અંદર પણ મુસાફરો એક કોચથી બીજા કોચમાં જઈ શકશે.
Chinese train : આ સ્માર્ટ ટ્રેન ભવિષ્યનું પરિવહન છે. આ ટ્રેન સિસ્ટમ શહેર માટે તૈયાર કરવામાં આવી છે. તેને ઓટોનોમસ રેલ રેપિડ ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે. તેને ચાઈના રેલવે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે વિશ્વની સૌથી મોટી ટ્રેન કંપની છે.
Chinese train : ચીનના ઝુઝોઉ પ્રાંતમાં 4 મિલિયન લોકો રહે છે. દરેકને ચીનના અન્ય શહેરોમાં પણ જવું પડે છે. આ ટ્રેન તેમની મુસાફરીને વધુ સરળ બનાવશે. તેને લાંબી બસ કહેવામાં આવે તો ખોટું નહીં હોય, પરંતુ તે એક બસ કરતાં અનેક મુસાફરોને લઈ જઈ શકે છે. આ ટ્રેનની સૌથી ખાસ વાત એ છે કે તેની દોડવાની રીત જૂની રીતોથી અલગ છે. તેને ચલાવવા માટે કોઈપણ પ્રકારના ભૌતિક ટ્રેકની જરૂર નથી. આ સ્પેશિયલ ટ્રેન માટે રોડ પર ટપકાંના રૂપમાં અદ્રશ્ય લાઈનો ખાસ તૈયાર કરવામાં આવી છે.
Chinese train : એક કિલોમીટરની કિંમત 17 થી 23 મિલિયન યુરો છે. આ ટ્રેનને ચલાવવા માટે રોડની અંદર સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સેન્સર મુસાફરીની માહિતી એકત્ર કરવામાં પણ સક્ષમ છે.
તમે આ પણ વાંચી શકો છો
cancer cases : કેન્સરના કેસોમાં એશિયામાં ચીન પછી ભારતનો નંબર