મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ ના આજથી શરુ થતા નૂતન વર્ષ નો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિર દર્શન જઈને પૂજા અર્ચનાથી કર્યો હતો. મુખ્યમંત્રી ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિત ના દેવો ની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધા પૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકો ને નૂતન વર્ષ ની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગ થી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભારત દેશ ને વિકાસ ની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે તેમણે વડાપ્રધાનની પ્રેરણથી નૂતન વર્ષ પછીના જ દિવસે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતી થી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકો ને અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતી કરી હતી. તેમને માતાજીના ચરણોમાં ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકો નું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષ ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા , પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓએ મુખ્ય મંત્રી ને આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્યાર બાદ મંત્રી મંડળ નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસ નાથન , મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો ,પદાધિકારીઓ એ પણ મુખ્યમંત્રી શ્રી સાથે નૂતન વર્ષાભિનંદન કર્યા હતા.
વી.આર લાઈવના સી.એમ.ડી. પદ્મકાંત ત્રિવેદી અને જે.એમ.ડી. મયુરિકા ત્રિવેદીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી
આ પ્રસંગે વી.આર લાઈવના સી.એમ.ડી. પદ્મકાંત ત્રિવેદી અને જે.એમ.ડી. મયુરિકા ત્રિવેદીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી અને નુતન વર્ષના અભિનંદન અને શુભેચ્છા પાઠવી .
આ પ્રસંગ પર મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન , મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો ,પદાધિકારીઓએ પણ નૂતન વર્ષાભિનંદન કર્યા હતા . આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આજે નુતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ ગુજરાતીઓ ગુજરાત સહિત દેશ દુનિયામાં વસવાટ કરે છે તે તમામ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.