Chardham Yatra : જાણો પવિત્ર ચારધામ યાત્રા 2023 સમાપ્ત થવાની તારીખ અને સમય

0
638
Chardham Yatra
Chardham Yatra

Chardham Yatra Closing Dates 2023 : હિન્દુઓમાં ચાર ધામ યાત્રાનું ઘણું મહત્વ છે. તેથી, દર વર્ષે લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ અધ્યાત્મિક અનુભૂતિ માટે અને શાંતિ મેળવવા પવિત્ર સ્થળોની મુલાકાત લે છે. ધાર્મિક લોકો માને છે કે આ ચાર ધામની મુલાકાત વ્યક્તિના જીવનમાં ઘણી ખુશીઓ લાવી શકે છે અને તે માનવ જીવનના પાપોને ધોવાની ક્ષમતા ધરાવે છે. આ એક કારણ છે કે હિન્દુ લોકો તેમના સમગ્ર જીવનમાં ઓછામાં ઓછા એક વખત ચારધામ યાત્રા (Chardham Yatra) પર જવાની ઈચ્છા ધરાવે છે.

Chardham Yatra
Chardham Yatra

ભક્તો (Hindu Community) માટે ચાર ધામના દ્વાર માત્ર છ મહિના માટે ખુલ્લા રહે છે. તે સામાન્ય રીતે એપ્રિલ અને મેથી શરૂ થાય છે. જો કે, કેદારનાથ બદ્રીનાથ મંદિર સમિતિની સાથે ચારધામ સમિતિના લોકો દ્વારા અક્ષય તૃતીયાના બરાબર પહેલા તારીખો જાહેર કરવામાં આવે છે. અખાત્રીજ એટલે કે  અક્ષય તૃતીયા (Akshay Tritiya) હિન્દુ સમુદાય માટે ખુબ શુભ માનવામાં આવે છે. હવે ચાર ધામ 2024 (Chardham Yatra 2024) માં ફરી શરૂ થશે.

Chardham Yatra Closing Dates 2023 |ચારધામ યાત્રાની સમાપ્તિ તારીખ 2023
ચારધામ મંદિરબંધ થવાની તારીખબંધ થવાનો સમય
Gangotri Temple14/11/2023સવારે – 11:45 am
Yamunotri Temple15/11/2023સવારે – 11:47 am
Kedarnath Temple15/11/2023સવારે – 08:30 am
Badrinath Temple18/11/2023બપોરે – 03:33 pm

2023માં ચારધામ મંદિર બંધ થવાની તારીખ અને સમય  :

ચારધામ (Chardham Yatra) યાત્રા 2023 કપટ ખુલવાની અંતિમ તારીખો નક્કી થઈ ગઈ છે. આ તહેવાર એપ્રિલમાં શરૂ થશે અને તે પછી તે અન્ય વર્ષની જેમ ચાલુ રહેશે. એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાનો દિવસ શુભ છે અને તે દિવસે ચાર ધામ યાત્રા શરૂ થાય છે. ત્યાર બાદ પંચાંગ હિંદુ કેલેન્ડરની ગણતરી કર્યા પછી મુખ્ય પૂજારીઓ દ્વારા ચોક્કસ તારીખો નક્કી કરીને ચાર ધામ યાત્રા બંધ કરવામાં આવે છે.

  • બદ્રીનાથ યાત્રાની શરૂઆત અને બંધ તારીખ :  

બદ્રીનાથ ધામ 27મી એપ્રિલ 2023ના રોજ તીર્થયાત્રીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને 18મી નવેમ્બર 2023ના રોજ બપોરે 03:33 વાગ્યે બંધ થશે.

Badrinath Temple opening and Closing Date
Badrinath Temple opening and Closing Date

બદ્રીનાથ મંદિર (Badrinath Temple) ના ઉદઘાટનની તારીખ વસંત પંચમી (Vasant Panchami) પર જાહેર કરવામાં આવે છે અને અંતિમ તારીખ વિજયાદશમી પર જાહેર કરવામાં આવે છે.

  • કેદારનાથના કપાટ ખુલવા અને બંધ થવાની તારીખ :

કેદારનાથ મંદિરના દરવાજા 25 એપ્રિલ 2023 ના રોજ ભક્તો માટે ખોલવામાં આવ્યા અને 15 નવેમ્બર 2023 ના રોજ સવારે 08:30 વાગ્યે ભાઈબીજના શુભ દિવસે બંધ કરવામાં આવશે.

Kedarnath Temple opening and Closing Dates
Kedarnath Temple opening and Closing Dates

દર વર્ષે કેદારનાથ (#Kedarnath) ના ઉદઘાટનની તારીખ મહા શિવરાત્રી (Maha ShivRatri)  ના દિવસે નક્કી કરવામાં આવે છે. કેદારનાથ મંદિરને બંધ કરવાની તારીખ નક્કી થઇ ગઈ છે એટલે કે ભાઈબીજના રોજ (15 નવેમ્બર 2023), કેદારનાથ મંદિર (Kedarnath Temple) ના દરવાજા શીતકાળ (શિયાળા) માટે બંધ થશે.

  • યમુનોત્રી યાત્રાની શરૂઆત અને બંધ થવાની તારીખ :

યમુનોત્રી યાત્રાની શરૂઆત 22 એપ્રિલ 2023 ના રોજ થઇ. યમુનોત્રી મંદિર દર વર્ષે અક્ષય તૃતીયાના અવસરે તેના દરવાજા ખોલે છે.

Yamnotri opening and Closing Dates
Yamnotri opening and Closing Dates

યમુનોત્રી મંદિરે (Yamunotri Temple) ભાઈબીજના દિવસે (15 નવેમ્બર 2023) સવારે 11:47 વાગ્યે યાત્રાળુઓ માટે તેના દરવાજા બંધ કરી દીધા હતા.

  • ગંગોત્રી યાત્રા શરૂ અને બંધ થવાની તારીખ :

ગંગોત્રી મંદિર 22 એપ્રિલ 2023 ના રોજ સારુ થઇ અને દિવાળીના બીજા દિવસે એટલે કે ગુજરાતીઓના બેસતા વર્ષના દિવસે (14 નવેમ્બર 2023) સવારે 11:45 વાગ્યે બંધ થશે.

Gangotri opening and Closing Dates
Gangotri opening and Closing Dates

ગંગોત્રી (Gangotri) ધામ દર વર્ષે અક્ષય તૃતીયાના શુભ અવસર પર ખુલે છે અને દિવાળીના તહેવારના બીજા દિવસે (બેસતા વર્ષના રોજ) બંધ થાય છે.

#HappyDiwali, #शुभ_दीपावली, #दिवाली_की_शुभकामनाएँ, भगवान गणेश, जीवन सुख, लक्ष्मी पूजा, शत्रु बुद्धि, मंगल कामना, सुख शांति, काली पूजा, Lakshmi Poojan, भगवान श्री गणेश, भगवान राम, #दीपोत्सव,