Chandipura virus: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. નાનકડા એવા ગામથી શરૂ થયેલા આ વાઇરસે ક્યાં ક્યાં હાહાકાર મચાવ્યો છે અને પરિવાર ઉઝાડ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં આ વાયરસના કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. શરૂઆતમાં આ વાઇરસની અસર ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવાં મોટાં શહેરોને પણ આ વાઇરસે પોતાની ઝપેટમાં લીધાં છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચાંદીપુરા વાઇરસથી 44 બાળકે જીવ ગુમાવવા પડ્યા છે.
Chandipura Virus: ચાંદીપુરા વાઇરસનો સૌપ્રથમ કેસ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થતાં સામે આવ્યો હતો. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય બાળકીનું આ વાઇરસના કારણે મોત નીપજ્યું હતું.
9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થતાં લોકોમાં ચાંદીપુરા વાઇરસનો ખોફ દિવસે ને દિવસે વધતો ગયો હતો, મોતનો આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.
ગાંધીનગરમાં જ થશે ટેસ્ટિંગ
ચાંદીપુરા વાઇરસ (Chandipura Virus) ના કેસ વધતાં અને જે સેમ્પલો પુણે મોકલવામાં આવતાં હતાં તેના રિપોર્ટ પરત આવવા ઘણો સમય લાગતો હોવાથી વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે.
આરોગ્ય વિભાગની ટીમે પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીઓનાં ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળી કુલ 38,670 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી છે. જ્યારે ગામોનાં તમામ કાચાં મકાનોમાં તાત્કાલિક મેલાથિયોન પાઉડરથી ડસ્ટિંગ-સ્પ્રેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસના કેસ પર નજર
- પોઝિટિવ કેસ: 37 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે.
- મૃત્યુ: કુલ 124 શંકાસ્પદ કેસમાંથી 44 દર્દીઓનું મૃત્યુ થયું છે. (આ આંકડો ચિંતાજનક રીતે ઊંચો છે)
- હાલની સ્થિતિ: 54 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
- 26 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.
Chandipura Virus: ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ ૧૨૪ કેસો છે.
Chandipura Virus: શંકાસ્પદ કેસ
સાબરકાંઠા ૧૨, અરવલ્લી ૦૬, મહીસાગર ૦૨, ખેડા ૦૬, મહેસાણા ૦૭, રાજકોટ ૦૫, સુરેન્દ્રનગર ૦૪, અમદાવાદ કોર્પેરેશન ૧૨, ગાંધીનગર ૦૬, પંચમહાલ ૧૫, જામનગર ૦૬, મોરબી ૦૫, ગાંધીનગર કોપેરેશન ૦૩, છોટાઉદેપુર ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૬, નર્મદા ૦૨, બનાસકાંઠા ૦૫, વડોદરા કોર્પેરેશન ૦૨, ભાવનગર ૦૧ દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૪, કચ્છ ૦૩, સુરત કોર્પોરેશન ૦૨, ભરૂચ ૦૩, અમદાવાદ ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન ૦૧ શંકાસ્પદ કેસ મળેલ છે.
Chandipura Virus: પોઝીટીવ કેસ
આ તમામ પૈકી સાબરકાંઠા ૦૬, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૧, ખેડા ૦૩, મહેસાણા ૦૪, રાજકોટ ૦૧, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૩, ગાંધીનગર ૦૧, પંચમહાલ ૦૬, જામનગર ૦૧, મોરબી ૦૧, દાહોદ ૦૧, વડોદરા ૦૧, બનાસકાંઠા ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૧ તેમજ કચ્છ ૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ ૩૭ કેસ પોઝીટીવ મળેલ છે.
Chandipura Virus: મૃત્યુ પામેલ
ગુજરાત રાજ્યના ઉપરોક્ત ૧૨૪ કેસો પૈકી સાબરકાંઠા ૦૨, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૨, ખેડા ૦૨, મહેસાણા ૦૨, રાજકોટ ૦૩, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૪, ગાંધીનગર ૦૨, પંચમહાલ ૦૫, જામનગર ૦૨, મોરબી ૦૩, ગાંધીનગર કોર્પેરેશન ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૧, નર્મદા ૦૧, બનાસકાંઠા ૦૩, વડોદરા કોર્પેરેશન ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, સુરત કોર્પોરેશન ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન ૦૧ એમ કુલ ૪૪ દર્દીઓ મૃત્યુ પામેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૫૪ દર્દી દાખલ છે તથા ૨૬ દર્દીઓને રજા આપેલ છે.
રાજસ્થાનના કુલ ૦૬ કેસો જેમાં ૦૫ દર્દી દાખલ છે તેમજ ૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં ૦૨ કેસો જેમાં ૦૨ દર્દી દાખલ છે.તેમજ મહારાષ્ટ્રનો ૦૧ કેસ જેમાં ૦૧ દર્દી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૧,૨૧૧ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
મેલેથિયોન પાવડરથી કામગીરી
કુલ ૪,૯૬,૬૭૬ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે કુલ ૧,૦૫,૭૭૫ કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૧૯,૮૬૨ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૧૬૨૪ શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૨૧,૬૦૮ આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૧,૫૬૯ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
આરોગ્ય મંત્રી દ્રારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડિયાના માધ્યમથી અને 186 ન્યુઝ પેપરના માદયમથી જાહેર જનતાને માહિતગાર કરેલ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો