CHANDIGARH MAYOR ELECTION : જ્યારથી ચંદીગઢમાં મેયર ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી કોંગ્રેસ અને AAP ગઠબંધન તેમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે.
ચંદીગઢ મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી મોટું નિવેદન આવ્યું છે. પાર્ટીનું કહેવું છે કે તે ચૂંટણી પરિણામો સામે સુપ્રીમ કોર્ટમાં જશે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે ચંદીગઢ પ્રશાસનને જવાબ આપવા માટે આપવામાં આવેલા ત્રણ અઠવાડિયાનો સમય ઘણો વધારે છે, તેથી પક્ષ આ મામલાની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં જશે.
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPએ ગઠબંધન કર્યું હતું. તેમના તરફથી ગઠબંધનના ઉમેદવાર તરીકે કુલદીપ કુમાર ઉભા રહ્યા હતા. જ્યારે ભાજપે મનોજ કુમાર સોનવરને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા જ્યારે વિપક્ષી ગઠબંધનને માત્ર 12 મત મળ્યા અને 8 મત રદ થયા હતા. AAP અને કોંગ્રેસને કાઉન્સિલરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ હતો. પરંતુ પરિણામ બાદ
AAPએ ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આપે કહ્યું કે મતો રદ કરવામાં આવ્યા એ છેતરપિંડી છે.
CHANDIGARH MAYOR ELECTION
વાસ્તવમાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બુધવારે ચંદીગઢ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નિવૃત્ત જજની દેખરેખ હેઠળ મેયરની નવેસરથી ચૂંટણી કરાવવાની આમ આદમી પાર્ટીની અરજી પર નોટિસ જારી કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં પ્રતિવાદીઓને જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. AAP અને કોંગ્રેસ ગઠબંધનએ ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને નવી ચૂંટણીની માંગણી સાથે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. AAP કાઉન્સિલર અને મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન અને અન્યો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
બનાવટી હોવાનો આરોપ લગાવ્યો
બુધવારે સુનાવણી બાદ અરજદારના વકીલ ગુરમિન્દર સિંહે કહ્યું કે કોર્ટે ચંદીગઢ પ્રશાસન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્યને જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. વરિષ્ઠ સરકારી સ્થાયી વકીલ અનિલ મહેતાએ જણાવ્યું હતું કે કોર્ટે અરજદારને કોઈ વચગાળાની રાહત આપી નથી. તેમની અરજીમાં, કુમારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણીમાં છેતરપિંડી અને બનાવટી હોવાનો આક્ષેપ કર્યો છે અને પ્રક્રિયાને રદ કરવાની વિનંતી કરી છે.
શું હતો મામલો
આમ આદમી પાર્ટીના સંજીવ ઝાએ એક વીડિયો શેર કરી લખ્યું હતું કે- ધ્યાનથી જુઓ ભાજપના પ્રેસિડિંગ ઓફિસરના હાથ…પ્રેસિડિંગ ઓફિસર પોતે પેનથી મતદારને ગેરમાન્ય ઠરાવી રહ્યા છે…
આ રીતે ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે…
આ વિષે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમના ઓફિશિયલ પેજ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું- ચંડીગઢ મેયરની ચૂંટણીમાં જે રીતે બેઈમાની કરવામાં આવી છે તે અત્યંત ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં ગમે તે હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો