ટ્રક સાથે અથડાઈ બાળકો ભરેલી સ્કુલ રીક્ષા, બાળકો હવામાં કેટલાય ફૂટ ઉછળ્યા

1
92
School auto collides with truck in Visakhapatnam CCTV footage
School auto collides with truck in Visakhapatnam CCTV footage

CCTV footage : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક રીક્ષા ટ્રક સાથે અથડાય છે. અને આ અથડામણમાં રીક્ષામાં બેઠેલા સ્કૂલના બાળકો હવામાં કેટલાય ફૂટ ઉછળ્યા. ટ્રક અને રીક્ષા વચ્ચેની અથડામણનો આ વીડિયો ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજ (CCTV footage) માં કેદ થયો છે.

35 સેકન્ડ CCTV footage વીડિયો વાયરલ :

સવારે લગભગ સાત વાગ્યે બાળકો બેથની સ્કૂલ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો. 35-સેકન્ડના CCTV footage માં સંગમ શરત થિયેટર જંકશન પર હળવો ટ્રાફિક દેખાય છે. આ દરમિયાન ફ્લાયઓવરની નીચેથી એક ટ્રક ટ્રાફિક સિગ્નલ પાર કરી રહી છે. દરમિયાન પુરપાટ ઝડપે આવતી ટ્રક રીક્ષા સાથે અથડાઈ હતી. ટ્રક અને રીક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોમાં બેઠેલા બાળકો કેટલાય ફૂટ બહાર કૂદી પડ્યા હતા.

અકસ્માતમાં એક વિદ્યાર્થીની હાલત ગંભીર :

અકસ્માત બાદ ઘણા બાઇક સવારો અને સ્થાનિક લોકો ઘાયલોની મદદ માટે આવતા જોવા મળે છે. સ્થાનિક લોકોએ પણ ઓટોમાં ફસાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં આઠ બાળકો ઘાયલ થયા છે. જેમાંથી ચારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. આ પૈકી એક વિદ્યાર્થીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી :

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શાળાના આઠ બાળકોમાંથી ચારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. આ પૈકી એક વિદ્યાર્થીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવી ફૂટેજ (CCTV footage) તપાસવાની સાથે કેટલાક પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.