બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ને મંજૂરી

0
170
વસ્તી ગણતરી
વસ્તી ગણતરી

ટૂંક સમયમાં હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે……

image 1

પટના હાઈકોર્ટે નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ત્યારે પટના હાઈકોર્ટે બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. આ મુદ્દે ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની ખંડપીઠે ત્રણ જુલાઈથી સાત જુલાઈ સુધી અરજદાર પક્ષ અને બિહાર સરકારની દલીલો સાંભળી હતી. 19 મે ના રોજ સતત ત્રીજી વખત બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હાઈકોર્ટમાં ગતો હતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સમય મર્યાદા પહેલા જ પટના હાઈકોર્ટે આ અંગે [ઓટનો ચુકાદો આપ્યો છે.કોર્ટે તેને સર્વેની જેમ કરવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં બિહાર સરકાર ફરીથી જાતિ ગણતરી શરૂ કરશે. જોકે, અરજદારો કોર્ટના આ નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે હવે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.

વધુ સમાચારોની અપડેટ માટે વિઝીટ કરો વીઆર લાઈવની વેબસાઈટ