કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

0
54

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે.ધ ગુજરાત કેન્સર એડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા ૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આપી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાસે.ત્રણ ગામોની ૮ હજાર જેટલી ગ્રામીણ જનતાને નજીકના સ્થળે જ આરોગ્ય સારવાર-સુવિધા ઉપલબ્ધ થશે. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ થતાં ભવિષ્યમાં રેડિયો એક્ટિવ પદાર્થનું જ્યારે જોઈએ ત્યારે વધુ ઉત્પાદન થઇ શકશે.૧૦૦૦ સ્ક્વેર મીટરમાં સાયક્લોટ્રોન બંકર અને ૧૦૦૦ સ્ક્વેર મીટરમાં યુટિલિટી બિલ્ડિંગનું નિર્માણ થશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.