Cabinet Meeting: રવિવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક; જૂની પેન્શન યોજનાથી લઈને અનેક ખુશખબર માટે તૈયાર રહો

0
102

Cabinet Meeting: રાજ્યભરમાં ઉત્કંઠા, ઉત્સુકતા અને આશ્ચર્યજનક કહી શકાય તેવો નિર્ણય કે રવિવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક મળશે. રજાના દિવસે તાત્કાલિક બેઠકનું આયોજન થયું હોવાના કારણે અનેક તર્ક-વિતર્ક સેવાય રહ્યા છે. નવા મુખ્યમંત્રીના નામની અટકળથી માંડીને સરકારમાં મોટા ફેરબદલ સુધીની વાતો વહેતી થઈ છે. આ બધામાંનું કઈ નહીં પરંતુ સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને તેના નિરાકરણ સહિત મળવા પાત્ર લાભ સુધીની બધી જ વાત છે.

Cabinet Meeting: રવિવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક; જૂની પેન્શન યોજનાથી લઈને અનેક ખુશખબર માટે તૈયાર રહો
Cabinet Meeting: રવિવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક; જૂની પેન્શન યોજનાથી લઈને અનેક ખુશખબર માટે તૈયાર રહો

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓની કેટલીક માગ રાજ્ય સરકારે સ્વીકારી છે. રવિવારે મળનારી કેબિનેટ બેઠક (Cabinet Meeting) માં તેની મંજૂરી અપાશે. ફિક્સ પગાર યોજના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા માટે વાત કરવામાં આવી.

Cabinet Meeting: સરકારી કર્મચારીઓને મળશે OPS નો લાભ

રાજ્ય સરકારના વર્ષ 2005 પહેલાના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાશે. ત્યારે આ બેઠક પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટી માહિતી આપી છે. તેમના અનુસાર, ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો (Old Pension Scheme News) લાભ મળશે.

2005 થી સરકારી કર્મચારીઓના જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, તેના જવાબમાં દિવાળી સુધારી દેવાનો ‘માસ્ટર પ્લાન’ સાથે સરકારે ‘ડ્રાફ્ટ’ બનાવી દીધો છે. હવે પરિપત્ર થકી અમલવારી થવાની સંભાવનાઓને નકારી શકતી નથી.

Cabinet Meeting: રવિવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક; જૂની પેન્શન યોજનાથી લઈને અનેક ખુશખબર માટે તૈયાર રહો
Cabinet Meeting: રવિવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક; જૂની પેન્શન યોજનાથી લઈને અનેક ખુશખબર માટે તૈયાર રહો

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં રાહુલ ગાંધીએ ‘2027 માં ગુજરાતમાં તમને હરાવીશું એવું જે નિવેદન કર્યું હતું તેનાથી સરકાર પણ સજગ થઈ ગઈ છે. વળી, કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં જીત હાંસલ કરતાની સાથે જ પોતાના ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા તેની અમલવારી કરી દીધી, જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમનો પણ સમાવેશ થાય છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે માત્ર ત્રણ વર્ષ જેટલો જ સમય છે ત્યારે સરકારી કર્મચારીઓની માંગ વ્યાપક અને લાંબા સમયથી પેન્ડિંગ છે એટલે હવે પડતર પ્રશ્નોનું ત્વરાએ નિરાકરણ લાવવું જરૂરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો