ઉદ્યોગપતિ અનિલ અંબાણી ED સમક્ષ હાજર થયા
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો ઉલ્લંઘન કેસમાં થયા હાજર
અનિલ અંબાણીનું નિવેદન નોંધવામાં આવ્યું
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના કથિત ઉલ્લંઘનના સંબંધમાં સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા.. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનિલ અંબાણી સવારે 10 વાગ્યે મુંબઈમાં ED ઓફિસ પહોંચ્યા હતા. EDના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની ફોરેન એક્સચેન્જ એક્ટના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત તપાસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે અલગ-અલગ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં અનિલ અંબાણીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કેસમાં પૂછપરછ
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે, આજ કેસમાં તેમનું નિવેદન રેકોર્ડ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસમાં હાજર થયા હતા. વર્ષ 2020ની શરૂઆતમાં, ઉદ્યોગપતિ યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થયા હતા. જો કે, અંબાણીને જે મામલામાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું તે અંગેની વધુ વિગતો મળી શકી નથી.
આવકવેરા વિભાગે નોટિસ પાઠવી હતી
આવકવેરા વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં અનિલ અંબાણીને તેમના બે સ્વિસ બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધુના અઘોષિત ભંડોળ પર 420 કરોડ રૂપિયાની કથિત કરચોરી માટે કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ નોટિસ જારી કરી હતી. જો કે, બોમ્બે હાઈકોર્ટે માર્ચમાં અંબાણીની કારણ દર્શક નોટિસ અને દંડની માંગ પર વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો હતો.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ