BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી પેસેન્જરને જાહેરમાં ફડાકો ઝીંક્યો #brts #viralvideo #brtsdriver #passengerfight

0
204

BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી #brts #viralvideo #brtsdriver #passengerfight – રાજકોટ શહેરના ઓમ નગર સર્કલ પાસે BRTS રૂટ પર ચાલતી સિટી બસના ડ્રાઇવરની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોઈ કારણોસર બસના ડ્રાઇવરે એક પેસેન્જરને જાહેરમાં ફડાકો ઝીંકી દીધો હતો.

રાજકોટ : BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી

ઓમ નગર સર્કલ નજીક સિટી બસના ડ્રાઇવર અને એક પેસેન્જર વચ્ચે કોઈક બાબતે બબાલ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર બની કે ડ્રાઇવરે પોતાનો સંયમ ગુમાવી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડ્રાઇવર પેસેન્જરને માર મારી રહ્યો છે અને તેને ફડાકો ઝીંકી દીધો હતો.

ડ્રાઇવરે એક પેસેન્જરને જાહેરમાં ફડાકો ઝીંક્યો

બસમાં અન્ય મુસાફરોની હાજરીમાં બસના ડ્રાઇવર દ્વારા આ પ્રકારનું અશોભનીય વર્તન કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સિટી બસના ડ્રાઇવરની આ દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બસના ડ્રાઇવરની ગુંડાગીરીનો વીડિયો વાયરલ

પ્રવાસીઓને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાને પહોંચાડવાની જવાબદારી ધરાવતા ડ્રાઇવર દ્વારા જ આ પ્રકારનું વર્તન કરવું એ ગંભીર બેદરકારી ગણાય. આ મામલે સિટી બસ ઓપરેટ કરતી એજન્સી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

બબાલ બાદ ડ્રાઇવરે પેસેન્જરને માર માર્યો

Rajkot BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી પેસેન્જરને જાહેરમાં ફડાકો ઝીંક્યો #brts #viralvideo #brtsdriver #passengerfight

વીડિયો વાયરલ થતાં કાર્યવાહીની ઉઠી લોકમાંગ

હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે