બ્રહ્મોસ કરતાં ઘાતક ‘ધ્વનિ’ મિસાઈલ #bramosh #dhvani #missile #india #indianarmy – ભારત તેની હાઇપરસોનિક શસ્ત્રોની દોડમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ‘ધ્વની’ નામની નવી પેઢીની મિસાઇલનું પરીક્ષણ માટેની તૈયારી કરી રહ્યું છે. આ મિસાઇલ લગભગ 7,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે.
બ્રહ્મોસ કરતાં ઘાતક ‘ધ્વનિ’ મિસાઈલ તૈયાર
ભારત- રશિયનની બ્રહ્મોસ મિસાઇલ કરતાં વધુ ઝડપી અને તેની રેન્જ લાંબી હશે. જેના માટે 2025ના અંત સુધીમાં પહેલું પ્રદર્શન પરીક્ષણ થઈ શકે છે. આ ભારતની ઝડપી હુમલો કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. ધ્વનિ DRDOના હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામ પર આધારિત છે.


બ્રહ્મોસ કરતાં ઘાતક ‘ધ્વનિ’ મિસાઈલ પાકિસ્તાનના નવા આતંકીઓ અડ્ડાઓ રેન્જમાં
2020 માં, HSTDV એ સ્ક્રેમજેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધ્વની એક હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ છે, જે બેલિસ્ટિક બૂસ્ટરથી ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી હવામાં ગ્લાઇડ કરે છે.જો ધ્વનિ સફળ થાય છે, તો ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોના પસંદગીના દેશોમાં સામેલ થશે.
ધ્વનિ મિસાઈલ અવાજની ગતિથી છ ગણી ઝડપી
હાઇપરસોનિક શસ્ત્રો દુશ્મનનો જવાબ આપવાનું મુશ્કેલ બનાવે છે. આ આધુનિક યુદ્ધમાં સંતુલન બદલી નાખશે. અફઘાન સરહદ નજીકના વિસ્તારો જ્યાં પાકિસ્તાન આતંકવાદી અડ્ડા બનાવી રહ્યું છે તે પણ તેની રેન્જમાં છે.
ધ્વનિ 7,400 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડશે
2025ના અંત સુધીમાં પહેલું પરીક્ષણ કરાશે
હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે