Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, લગાવ્યા પ્રવેશબંધીના બેનરો

0
471
Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા
Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા

Boycott Banner : સમગ્ર રાજ્ય ત્રીસ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે તેનું મુખ્ય કારણ મઘ્યમવર્ગ, શિક્ષિત અને ધનિક વર્ગ પણ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં 1976 પછી સૌ પ્રથમવાર સૌથી વઘુ પૂરના પાણી નીચાણવાળામાં જ નહીં પરંતુ વિશ્વામિત્રીથી એક કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારે પણ પાણી ભરાતા ન હતા તેવા વિસ્તારોની સોસાયટીઓમાં એક માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. જેથી લોકોમાં નેતાઓ પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે. 

Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા
Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા
  • વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ વધી રહ્યો
  • વડોદરામાં પ્રવેશબંધીના બેનરો (Boycott Banner) લાગ્યા
  • ‘ફ્લડ ટુરિઝમ’ કરતાં નેતાઓથી અકળાઈ પ્રજા
  • પૂરથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઇ છે 
  • ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ખરા સમયે લોકોની અવગણના

Boycott Banner: ‘ફ્લડ ટુરિઝમ’થી અકળાઈ પ્રજા

લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી ત્યારે ચૂંટણીના સમયે મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો વિસ્તારોમાં લાગતા હોય છે. પરંતુ હાલમાં કોઇ ચૂંટણી નથી છતાં વિશ્વામિત્રીના પૂરની પરિસ્થિતિ બાદ નેતાઓ ફોટા પડાવવા લોકો વચ્ચે નીકળી પડે છે. તેનો આક્રોશ હવે બેનરો લગાડીને શરૂ થયો છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે.

વિશ્વામિત્રીના પાણી ઓસરતા મંત્રીઓ, ધારાસભ્યઓ, કોર્પોરેટરો વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. લોકસભા, વિધાનસભા, કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકોની પ્રાથમિક સુવિધા મળતી હોતી નથી ત્યારે મતદાનના બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે પરંતુ આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઇ છે. 

Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા
Boycott Banner: વડોદરામાં પૂરની પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ, પ્રવેશબંધીના બેનરો લાગ્યા

ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ખરા લોકોની અવગણના

શહેરના અકોટા વિસ્તારમાં આવેલા પરષોત્તમ નગરના દરવાજે બેનર (Boycott Banner) લગાડવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ સોસાયટીમાં કોઇ પણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં.

સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા ભેગા મળીને આ નિર્ણય જાહેર કર્યો હોવાનું પોસ્ટર પરથી જણાઇ આવે છે. આ પોસ્ટરે વિસ્તારમાં ભાગે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે બહિષ્કાર કરીને લોકોને નેતાઓ પ્રત્યેનો રોષ પ્રગટ થતો હોય છે.

ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ખરા સમયે મદદ કરવાની જગ્યાએ લોકોની અવગણના કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે. ત્યારે નેતાઓએ લોકોને વિશ્વાસ જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો