છોકરા-છોકરી જ બની શકે પતિ-પત્ની’ બીજું કોઈ નહીં’? સજાતિય લગ્નને લઇને સુપ્રિમકોર્ટનો સવાલ

0
70

સમલૈંગિક લગ્નનાં મુદે સુપ્રીમ કોર્ટમાં હાલમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે ત્રીજા દિવસે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને અરજદારોની દલીલો સાંભળ્યાં બાદ SCએ આ મુદા પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી.ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે આ દરમિયાન પ્રશ્ન કર્યો કે શું લગ્ન કરવા માટે 2 અલગ-અલગ લિંગનાં હોવું જરૂરી છે? CJIએ આ દરમિયાન કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. તેમણે કહ્યું કે સમલૈંગિક સંબંધ માત્ર શારીરિક નથી પરંતુ તેનાથી વધારે ઈમોશનલ સંબંધ છે. 69 વર્ષ જૂનાં મેરેજ એક્ટનું વિસ્તરણ કરવું ખોટું નથી.