Border2 : એક ફોજીએ વાયદો કર્યો હતો કે એ પાછો આવશે,,, સની દેઓલની સુપરહીટ મુવી બોર્ડર 2 જલ્દી આવશે સિનેમાઘરોમાં   

0
131
Border2
Border2

Border2 :  આજે બોલિવૂડ અભિનેતા સની દેઓલે તેની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’ની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. ફેન્સ પણ ફિલ્મની જાહેરાતની ઘણી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફિલ્મ ‘બોર્ડર 2’ની એનાઉન્સમેન્ટ વીડિયો સાથે જાહેરાત કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ ‘બોર્ડર 2’ જેપી દત્તા નિર્દેશિત ‘બોર્ડર’ની સિક્વલ છે. જે વર્ષ 1997માં રિલીઝ થઈ હતી.

અભિનેતા સની દેઓલે ફિલ્મ એનાઉન્સમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ’27 સાલ પહેલે એક ફૌજી ને વાદા કિયા થા કી વો વાપસ આયેગા. ઉસી વાદે કો પૂરા કરને, હિંદુસ્તાન કી મિટ્ટી કો અપના સલામ કહેને, આ રહા હૈ ફિરસે’. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં રૂપકુમાર રાઠોડ અને સોનુ નિગમનું ‘સંદેશે આતે હૈં’ સોંગ વાગી રહ્યું છે. સની દેઓલ પોસ્ટના કેપ્શનમાં ‘બોર્ડર 2’ને ‘ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ’ તરીકે વર્ણવી છે.

Border2 :  ‘કેસરી’ ફેમ અનુરાગ સિંહ ડાયરેક્ટ કરશે

Border2

‘બોર્ડર-2’નું નિર્માણ જેપી દત્તા દ્વારા કરવામાં આવશે, જેમણે 1997માં ‘બોર્ડર’નું નિર્દેશન કર્યું હતું. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને જેપી દત્તાની પુત્રી નિધિ દત્તા પણ આ ફિલ્મના સહ-નિર્માતા હશે. તેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. અનુરાગે અગાઉ અક્ષય કુમાર અભિનીત ‘કેસરી’નું નિર્દેશન કર્યું છે.બોર્ડર-2’ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. એવી ચર્ચા છે કે તે 2026માં ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થઈ શકે છે.

Border2 : આયુષ્માન ખુરાના પણ જોવા મળી શકે છે

Border2

સૂત્રોનું માનીએ તો સની દેઓલ આ ફિલ્મમાં મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના રોલમાં જોવા મળશે. તેની સાથે આયુષ્માન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. બોર્ડર 2’નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. ટીમ ઘણા સમયથી ફિલ્મને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત હતી.

Border2 : બોર્ડર-2 2015માં બનવાની હતી

Border2

થોડા સમય પહેલા ફિલ્મના લીડ એક્ટર સની દેઓલે રણવીર અલ્હાબાદિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોર્ડર 2 પહેલા 2015માં બની હતી. તેણે કહ્યું, ‘મેં પોતે સાંભળ્યું હતું કે બોર્ડર 2 બની રહી છે. અમે તેને 2015 માં શરૂ કરવાના હતા. પરંતુ પછી મારી ફિલ્મો ફ્લોપ થવા લાગી અને લોકો તે ફિલ્મો બનાવતા ડરી ગયા. હવે દરેક વ્યક્તિ ફિલ્મો બનાવવા માંગે છે.

Border2 : ‘ગદર 2’ રિલીઝ થયા બાદ બદલાયું નસીબ

Border2

વર્ક ફ્રન્ટ પર, સની દેઓલની અગાઉની ફિલ્મ ‘ગદર 2’ હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ રૂ. 691 કરોડના વિશ્વવ્યાપી કલેક્શન સાથે 2023ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મ રીલિઝ થયા બાદ તેની કરિયર ફરી પાછી ફરી છે. ટૂંક સમયમાં સનીની  ‘લાહોર 1947’, ‘બાપ’, ‘સૂર્યા’ અને ‘અપને 2’ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો