Bomb Threat Sparks Panic in Ahmedabad: ‘26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું’ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,

0
137
Bomb Threat
Bomb Threat

Bomb Threat Sparks Panic in Ahmedabad:અમદાવાદમાં ફરી એક વખત બોમ્બની ધમકીથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. શહેરની આર્મી સ્કૂલ સહિત કુલ 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા વાલીઓ અને શાળા સંચાલનમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. 23 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 7:30થી 8 વાગ્યા દરમિયાન આ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હોવાનું DEO કચેરીએ જણાવ્યું છે.

Bomb Threat Sparks Panic in Ahmedabad:ધમકીભર્યા ઈ-મેલમાં શું લખ્યું હતું?

Bomb Threat Sparks Panic in Ahmedabad

ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે,
‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે. તમારા બાળકોને બચાવી લો. જો 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવશો તો શાળાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.’
આ ઈ-મેલ મળતા જ સમગ્ર શિક્ષણ તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

Bomb Threat Sparks Panic in Ahmedabad:પોલીસ, બોમ્બ-ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવી

ધમકીની જાણ થતાં જ અમદાવાદ પોલીસ, બોમ્બ-ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તમામ શાળાઓમાં પહોંચી ગઈ હતી. દરેક સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી તપાસ બાદ કોઈપણ શાળામાંથી વાંધાજનક વસ્તુ મળી નહોતી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Bomb Threat Sparks Panic in Ahmedabad

સ્કૂલોમાં વાલીઓની ભીડ, ફોન આવતા જ દોડી આવ્યા

ધમકીના સમાચાર મળતા જ શાળાઓમાંથી વાલીઓને ફોન કરવામાં આવ્યા હતા. વાલીઓ પોતાનું કામ-ધંધું છોડીને ગભરાઈને સ્કૂલ તરફ દોડી આવ્યા હતા. દરેક શાળાના ગેટ બહાર વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઘણા વાલીઓ પોતાના બાળકોને જોઈને ભાવુક બની ગયા હતા.

DPS બોપલમાં સંમતિ પત્રક, ગેટ બંધ રાખવામાં આવ્યો

બોપલ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. સ્કૂલના મુખ્ય ગેટ બંધ રાખવામાં આવ્યા હતા અને વાલીઓને સંમતિ પત્રક (Consent Form) ભરાવ્યા બાદ જ વિદ્યાર્થીઓને બહાર છોડવામાં આવ્યા હતા. વાલીઓ ચિંતિત હાલતમાં ફોર્મ ભરી રહ્યા હતા.

Bomb Threat Sparks Panic in Ahmedabad

વિદ્યાનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા, પ્રિ-બોર્ડ પરીક્ષા વહેલી પૂર્ણ

ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા જ તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા હતી, જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અડધો કલાક વહેલી પૂર્ણ કરી દેવામાં આવી હતી.

DEOનું નિવેદન: ડરવાની જરૂર નથી

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું કે,
“વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડરવાની કોઈ જરૂર નથી. સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. પોલીસ અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.”

ફરી એક વખત શાળાઓની સુરક્ષા પર સવાલ

36 દિવસ પહેલાં પણ અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવેલી જાણીતી શાળાઓને આવી જ ધમકી મળેલી હતી. ફરી એક વખત આવી ઘટના સામે આવતા શાળાઓની સુરક્ષા વ્યવસ્થા અને સાયબર ધમકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો :A Mothers Cry Across Borders: રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાયેલી રેહાનાની વ્યથા, ત્રણ વર્ષથી બાળકોને મળવાની રાહ