BJP અમરેલી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હીરેન હીરપરાના તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા છે હિરેન હીરપરા ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે અમરેલી જિલ્લામા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાના નામે ખાણ ખનીજ વિભાગ ,રેવન્યુ વિભાગ ,પોલીસ વિભાગ ,વાહ વાહી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે .
BJP : જિલ્લાની અંદર રેતીમાં તંત્ર કાળી કમાણી કરી રહ્યું છે
ત્યારે વધુમાં તેમને જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ગામડુ હોય કે શહેર સામાન્ય મકાન બનાવવા માટે મોંઘી રેતી મળી રહી છે લીઝો આપવાના પ્રશ્ને વર્ષોથી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી.અને સુરા બનીને ટ્રેકટર ડિટેઇન કરી તંત્ર હેરાન કરતુ હોય છે અને આ જિલ્લાની અંદર રેતીમાં તંત્ર કાળી કમાણી કરી રહ્યું છે
જેના પર રોક લગાવવાની જરૂર છે ભાજપ નેતા હિરેન હીરપરાએ વધુમાં જણાવ્યું કે ખરેખરે તંત્રને સુધરવાની જરૂર છે લોકોને સસ્તી રેતી મળી રહે તે માટે લીઝો આપવી જોઈએ .
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .