Mission 2024: ભાજપે અત્યાર સુધીમાં લોકસભાના ઉમેદવારોની છ યાદી જાહેર કરી છે. જેમાં 405 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં ભાજપે તેના 89 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. એવા 11 નેતાઓ છે જેમણે થોડા મહિના પહેલા જ સાંસદ સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાની ફરજ પડી હતી. ચૂંટણી જીત્યા બાદ તેઓ ધારાસભ્ય છે અને હરિયાણામાં સાંસદને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
આ રીતે ભાજપે ગત ચૂંટણી જીત્યા બાદ આ વખતે પોતાના 101 સાંસદો બદલ્યા (Mission 2024) છે. કેટલાક સાંસદોની લોકસભાની બેઠકો પણ બદલવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે સાંસદોની સત્તા વિરોધી સ્થિતિનો સામનો કરવા માટે ભાજપે સાંસદોની ટિકિટો રદ કરી છે.
ઉપરાંત, આ વખતે ભાજપે કેટલાક વિવાદાસ્પદ નેતાઓથી પોતાને દૂર રાખ્યા છે અને અન્ય પક્ષોના નેતાઓ પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. ભાજપમાં થોડા દિવસ અને થોડા કલાકો પહેલા જ ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના 405 ઉમેદવારોમાં 16% મહિલાઓ (66 મહિલા ઉમેદવારો)
ભાજપે અત્યાર સુધીમાં 66 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
- પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ હતા, જેમાં 28 મહિલાઓ છે.
- બીજી યાદીમાં 75 ઉમેદવારોમાંથી 15 મહિલા,
- ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોમાંથી કોઈ મહિલા નથી,
- ચોથી યાદીમાં 15 ઉમેદવારોમાંથી 2 મહિલા
- પાંચમી યાદીમાં 111 ઉમેદવારોમાંથી 20 મહિલા છે.
- છઠ્ઠી યાદીમાં ત્રણ નામોમાં એક મહિલા છે.
ભાજપે બિહારની 17 બેઠકોમાંથી એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી. બીજેપી બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડી રહી છે. સાથી પક્ષ JDU 16 બેઠકો પર, સહયોગી LJP (પાસવાન) 5 બેઠકો પર અને જીતન માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી 1-1 બેઠક પર ચૂંટણી લડી રહી છે.
Mission 2024: દિલ્હીમાં 7માંથી 6 અને કર્ણાટકમાં 25માંથી 12 પત્તા કપાયા
અત્યાર સુધી જે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી ભાજપે,
- દિલ્હીના 7 માંથી 6 સાંસદોની ટિકિટ રદ કરી છે.
- ઉત્તરાખંડમાં પાંચમાંથી 2 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે.
- રાજસ્થાનમાં 8 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, જેમાંથી 3 ધારાસભ્યો બની ચૂક્યા છે.
- આસામમાં 9 સાંસદોમાંથી 5
- ગુજરાતમાં 26માંથી 14 સાંસદોની ટિકિટ રિપીટ કરવામાં આવ્યા નથી.
- ઝારખંડમાં 11માંથી 5 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે
- ત્રિપુરામાં બંને બેઠકો પર વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી નથી.
- હરિયાણામાં પણ 3 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, એક સાંસદ પહેલાથી જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને એકને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
- કર્ણાટકના 25માંથી 12 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે.
- ઓડિશામાં 4 અને બિહારમાં 3 સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે.
- ભાજપે કર્ણાટકમાં તેના વર્તમાન સાંસદ શોભના કરંદલાજે અને પશ્ચિમ બંગાળમાં વર્તમાન સાંસદ દેબશ્રી ચૌધરી અને દિલીપ ઘોષની બેઠકો બદલી છે.
Mission 2024: વિવાદાસ્પદ સાંસદો ઘર ભેગા
ભાજપની યાદી જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપે તેના અનેક વિવાદાસ્પદ સાંસદોની ટિકિટ રદ કરી છે. જો કે, યાદીમાં એવા નામો છે જે વિવાદાસ્પદ રહ્યા છે પરંતુ વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે અને ભાજપે તેમની ટિકિટ જાળવી રાખી છે.
ભાજપે મધ્યપ્રદેશથી પ્રજ્ઞા ઠાકુરની અને દિલ્હીથી રમેશ બિધુરીની ટિકિટ રદ કરી છે. મહાત્મા ગાંધીને લઈને પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાર્ટીની આંતરિક બેઠકમાં કહ્યું હતું કે, તેઓ તેમને દિલથી માફ કરી શકશે નહીં. રમેશ બિધુરીએ એક મુસ્લિમ સાંસદ વિરુદ્ધ સંસદમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.
મૈસુરના સાંસદ પ્રતાપ સિંહાની ટિકિટ રદ કરવામાં આવી છે. થોડા મહિનાઓ પહેલા જ્યારે સંસદની સુરક્ષામાં ભંગ થયો હતો અને લોકસભાની વિઝિટર ગેલેરીમાંથી બે લોકો ગૃહમાં ઘૂસ્યા હતા ત્યારે પ્રતાપના નામનો પાસ બનાવીને સંસદમાં પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું.
કર્ણાટકમાંથી નલિન કુમાર કતિલની ટિકિટ પણ રદ કરવામાં આવી છે, તેઓ તેમના કટ્ટર હિંદુ નિવેદનોને કારણે વિવાદોમાં પણ રહ્યા છે. કર્ણાટકમાંથી અનંત કુમાર હેગડેની ટિકિટ પણ રદ કરવામાં આવી છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે બંધારણ બદલવા માટે ભાજપને 400થી વધુ બેઠકોની જરૂર છે.
પક્ષપલ્ટુ નેતાઓ માટે ભાજપે લાલ જાજમ પાથરી
ભાજપે થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ ટિકિટ આપી છે.
- બસપા છોડીને આવેલા રિતેશ પાંડેને યુપીના આંબેડકર નગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પત્ની અને કોંગ્રેસ સાંસદ ગીતા કોડા થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાઈ છે. તેમને ચાઈબાસાથી ટિકિટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ બીઆરએસમાંથી ભાજપમાં જોડાયા હતા.
- પાટીલને તેલંગાણાની ઝહીરાબાદ બેઠક પરથી પણ ટિકિટ આપવામાં આવી છે.
- રણજીત ચૌટાલાને હરિયાણાના હિસારથી ટિકિટ આપવામાં આવી છે. ચૌટાલા હાલમાં હરિયાણા સરકારમાં મંત્રી અને અપક્ષ ધારાસભ્ય છે. ટિકિટની જાહેરાતના કલાકો પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હતા.
- કુરક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદાલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ટિકિટ જાહેર થયાના અડધા કલાક પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
- એ જ રીતે માત્ર અડધો કલાક પહેલાં જ ભાજપમાં જોડાયેલા વરપ્રસાદ રાવને તિરુપતિથી ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સિરસાથી અશોક તંવરને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પહેલા કોંગ્રેસમાં રહ્યા અને પછી આમ આદમી પાર્ટીમાં હતા. તેઓ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા.
- શિબુ સોરેનની વહુ સીતા સોરેનને ઝારખંડની દુમકા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તે થોડા દિવસો પહેલા જ જેએમએમ છોડીને ભાજપમાં જોડાઈ હતી.
ભાજપે લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. પીયૂષ ગોયલ, અનિલ બલુની, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયાને પણ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. (Mission 2024)
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો