Bjp Manifesto Committee : ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ યાદીમાં એવા ઘણા નેતાઓના નામ સામેલ છે જેઓ અન્ય પક્ષોમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સમિતિની જાહેરાત કરી છે. રાજનાથ સિંહ આ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે અને નિર્મલા સીતારમણને કન્વીનર બનાવવામાં આવ્યા છે.
Bjp Manifesto Committee : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ અપાયું સ્થાન
Bjp Manifesto Committee : ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે. પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપની આ ચૂંટણીઢંઢેરાની સમિતિમાં કુલ 27 સભ્ય હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને આ મેનિફેસ્ટો કમિટીના સભ્ય બનાવાયા છે.
Bjp Manifesto Committee : ભાજપના ચૂંટણીઢંઢેરાની સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરણ રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાય, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ, રાજીવ ચંદ્રશેખર, વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખડ, અનિલ એન્ટની, તારીક મન્સૂર વગેરે સામેલ છે.
Bjp Manifesto Committee : તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યારસુધી 7 યાદી જાહેર કરી છે. સાતમી યાદી સાથે ભાજપે અત્યારસુધીમાં તેના 407 ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ 101 સાંસદની ટિકિટ રદ કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. જોકે હજુ સુધી બંને પક્ષ વચ્ચે સીટની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ નથી. માનવામાં આવે છે કે આ મુદ્દે બંને પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો