BJP LIST : લોકસભા ચૂંટણી 2024 ભાજપે ગુરુવારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં અન્નામલાઈ, એલ મુરુગન જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. ભાજપે ચેન્નાઈ દક્ષિણથી ટી સુંદરરાજન અને કોઈમ્બતુરથી અન્નામલાઈને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત નીલગીરીમાંથી એલ. મુરુગનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

BJP LIST : પૂર્વ રાજ્યપાલ ટી સુંદરરાજનને પણ ટિકિટ

BJP LIST : ભાજપે બે દિવસ પહેલા તમિલનાડુના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર ટી સુંદરરાજનને પણ ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યપાલ પદ છોડ્યા બાદ સુંદરરાજન ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પછી બીજેપીએ તેમને ગુરુવારે ચેન્નાઈ દક્ષિણથી મેદાનમાં ઉતાર્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુની મુલાકાત દરમિયાન સુંદરરાજન સાથે મુલાકાત કરી હતી.

નંબર | લોકસભાસીટ | ઉમેદવાર |
1 | ચેન્નાઈ દક્ષિણ | ટી સુંદરરાજન |
2 | ચેન્નાઈ સેન્ટ્રલ સેલ્વમ | વિનોદ પી |
3 | કોઈમ્બતુર | અન્નામલાઈ |
4 | નીલગિરી | એલ. મુરુગન |
5 | વેલ્લોર | એસી ષણમુગમ |
6 | કૃષ્ણગિરિ | સી નરસિમ્હન |
7 | પેરામ્બલુર | TR. પરિવેન્દ્ર |
8 | થોથુક્કુડી | નૈનાર નાગેન્દ્રન |
9 | કન્યાકુમારી | પો. રાધાકૃષ્ણન |
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો