BJP LIST : ભાજપની 4 યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

0
227
BJP LIST
BJP LIST

BJP LIST : ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે,  ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તમિલનાડુની 14 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સિવાય પુડુચેરીની એક સીટ માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવિ છે.  આવો જાણીએ ભાજપની ચોથી યાદીમાં કોના નામ સામેલ છે.

BJP LIST
  • લોકસભા સીટ           ઉમેદવારનું નામ                                     લોકસભા સીટ           ઉમેદવારનું નામ
  • પુડુચેરી                 એ. નમસીવયમ                                        તિરુવેલુર              વી.બાલગણપતિ
  • ચેન્નાઈ ઉત્તર           પોલ કનાગરાજ                                        તિરુવન્નામલાઈ        એ. અશ્વથામન
  • નમક્કલ               કે.પી.રામાલિંગમ                                         તિરુપુર               એ.પી.મુરુગાનંદમ
  • પોલાચી              કે.વસંતરાજન                                              કરુર                 વી.સેંતિલનાથન
  • ચિદમ્બરમ            પી. કાર્તિયાયીની                                        નાગપટ્ટિનમ         એસજીએમ રમેશ
  • તંજાવુર              એમ. મુરુગાનંદમ                                         શિવગંગા          ડૉ. દેવનાથમ યાદવ
  • મદુરાઈના         પ્રો. રામશ્રીનિવાસન                                       વિરુધુનગર       રાધિકા સરથકુમાર
  • તેનકાસી            બી. જોન પંડ્યાન                                         પુડુચેરી               એ. નમસ્સિવાયમને

BJP LIST  : ત્રીજી યાદી 21 માર્ચે આવી હતી

BJP LIST

BJP LIST ” અગાઉ 21 માર્ચે ભાજપે ત્રીજી યાદી બહાર પાડી હતી અને નવ ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં તમિલનાડુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને કોઈમ્બતુર ચૂંટણી મેદાનમાં ભાજપે ઉતાર્યા છે. ચેન્નાઈ દક્ષિણમાંથી તમિલિસાઈ સુંદરરાજન, ચેન્નાઈ સેન્ટ્રલમાંથી વિનોજ પી. સેલ્વમ, એ. સી. ષણમુગમ. કૃષ્ણગિરિમાંથી સી. નરસિમ્હન, નીલગિરિમાંથી એલ. મુરુગન, પેરામ્બલુરથી ટી.આર. પરિવેન્ધર, થુથુકુડીથી નૈનાર નાગેન્દ્રન અને કન્યાકુમારીથી પોન. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપની પ્રથમ યાદીમાં 195 નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 34 કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રીઓના નામ હતા. પ્રથમ યાદીમાં 28 મહિલાઓને પણ તક આપવામાં આવી હતી. બીજી યાદીમાં 72 નામ સામેલ હતા. 72 ઉમેદવારોની બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Table of Contents