કર્ણાટકમાં ભાજપ મુશ્કેલીમાં,જગદીશ શેટ્ટારે રાજીનામાની કરી જાહેરાત

0
303

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.ત્યારે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ટિકિટ ન મળતા ભાજપમાં નારજગી જોવા મળી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. લિંગાયત સમુદાય સાથે જોડાયેલા શેટ્ટારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટી અને વિધાનસભા સભ્યપદમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે મને જે રીતે અપમાનિત કરવામાં આવ્યું છે તેનાથી હું પરેશાન છું. મને લાગ્યું કે મારે પડકાર સ્વીકારવો જ પડશે. શેટ્ટારને મનાવવા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ અને કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન શનિવારે રાત્રે જગદીશ શેટ્ટારને મળ્યા હતા પરંતુ શેટ્ટાર અડગ રહ્યા.