કર્ણાટકમાં ભાજપને લાગ્યો આંચકો,ટિકીટ ન મળતા ડેપ્યુટી સીએમએ આપ્યુ રાજીનામું

0
261
કર્ણાટક ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ કર્ણાટક ભાજપમાં બળવો દેખાવા લાગ્યો છે. છ વખતના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીની નારાજગીને કારણે, પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ટિકિટ નકાર્યા બાદ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદીએ અથની મતવિસ્તારમાંથી ટિકિટ નકાર્યા બાદ વિધાન પરિષદના સભ્ય અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેણે કહ્યું કે મેં મારો નિર્ણય લીધો છે. હું ભીખ માંગવા માટે ફરવા વાળો નથી. હું એક સ્વાભિમાની રાજકારણી છું. હું કોઈના પ્રભાવ હેઠળ કામ કરતો નથી.ત્યારે આ રાજીનામાંથી ભાજપને જરુરથી આચંકો લાગ્યો છે,