BJP Foundation Day અને શ્રી રામ જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

0
105

અમદાવાદ, તા. 5 એપ્રિલ, 2025 – BJP Foundation Day અને ભગવાન શ્રીરામની જન્મજયંતિ નિમિત્તે આગામી તારીખ 6 એપ્રિલે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પાર્ટીના ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું કે, આ અવસરે અલગ અલગ સ્થળોએ વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે.

તારીખ 6 એપ્રિલે જિલ્લામાં BJP Foundation Day તથા શહેરોમાં ભગવાન શ્રીરામના મંદિરો

ભાજપના સ્થાપના દિન અને શ્રીરામ જન્મજયંતિ નિમિત્તે તારીખ 6 એપ્રિલે જિલ્લામાં તથા શહેરોમાં ભગવાન શ્રીરામના મંદિરોમાંથી યાત્રાઓનું આયોજન કરાયું છે. યાત્રા દરમ્યાન છાશ અને શરબત વિતરણ પણ કરવામાં આવશે. સાથે જ મંડળ કાર્યાલયો તથા અન્ય સ્થળોને રોશનીથી શણગારી ઉજવણીને વિશેષ બનાવવા પ્રયાસો થશે.

7થી 9 એપ્રિલ દરમિયાન સક્રિય સભ્યશ્રીઓ માટે સંમેલન

આ ઉપરાંત, 7થી 9 એપ્રિલ દરમિયાન સક્રિય સભ્યશ્રીઓ માટે સંમેલનો યોજાશે. જ્યારે 10થી 12 એપ્રિલ દરમિયાન “ગાંવ/બસ્તી ચલો અભિયાન” અંતર્ગત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ ગામો અને બસ્તીઓમાં પહોંચશે. અભિયાન દરમિયાન નદી, તળાવ, મંદિર તથા શાળાઓમાં સ્વચ્છતા અભિયાન, સાંજના સમયે ખાટલા બેઠક અને પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓનું સન્માન યોજાશે.

પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલને મુખ્ય સંયોજક

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ કક્ષાએથી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલને મુખ્ય સંયોજક બનાવવામાં આવ્યા છે. તેમજ ડો. ભરતભાઈ ડાંગર (મધ્ય ઝોન), શ્રી કશ્યપ શુકલ (સૌરાષ્ટ્ર ઝોન), શ્રી જગદીશભાઈ પારેખ (દક્ષિણ ઝોન) અને શ્રી બીપીનભાઈ સિક્કા (ઉત્તર ઝોન) સહ સંયોજકો તરીકે જવાબદારી સંભાળશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ

પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ રાજકીય અને સેવાકીય કાર્યોથી રાજ્યના વિકાસમાં યોગદાન આપી રહી છે

BJP Foundation Day અને શ્રી રામ જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

આવા વધુ સમાચાર માટે જોતા રહો

waqf નો ahmedavad માં પણ વિરોધ | સમાન નાગરિક કોડને લઈ ગુજરાતમાં વિરોધ