ભાજપે કર્યાં ઉદ્વવ ઠાકરે પર પ્રહાર

0
241

પટનામાં યોજાઈ હતી વિપક્ષી પાર્ટીઓની બેઠક

ભાજપે કર્યાં ઉદ્વવ ઠાકરે પર પ્રહાર

બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો

ભાજપે ઉદ્વવ ઠાકરે પર પ્રહાર કર્યાં છે. શુક્રવારે પટનામાં ભાજપ વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, કેજરીવાલ સહિત વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકને લઈને ભાજપે ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ભાજપને હરાવવા માટે ઉદ્ધવ ભૂલી ગયા કે તેઓ કોની બાજુમાં બેઠા છે. આ બેઠક પણ નિષ્ફળ જશેમહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પટનામાં વિરોધ પક્ષોના નેતાઓની બેઠકનો હેતુ પરિવારને બચાવવાનો છે. વંશવાદી પક્ષો તેમના પરિવારોને બચાવવા માટે જોડાણ કરી રહ્યા છે. 2019માં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે મને એ જોઈને નવાઈ લાગે છે કે જે ઉદ્ધવ ઠાકરે અમને મુફ્તી વિશે ટોણા મારતા હતા તે આજે તેમની સાથે બેઠા છે.

પટનામાં ભાજપ વિરુદ્ધ સ્ટેન્ડ લેવા માટે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકને લઈને ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીને ઘેર્યા છે. ભાજપે લાલુ પ્રસાદ યાદવ પર શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નિવેદનનો એક જૂનો વીડિયો શેર કરીને ઉદ્ધવ પર બાળાસાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

લાલુએ બાળાસાહેબની મરાઠી ઓળખ પર સવાલ ઉઠાવ્યા

લાલુ પ્રસાદનો એક જૂનો વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઠાકરે પરિવારના મૂળ બિહારના છે. બીજેપી નેતા ચિત્રા કિશોર વાળાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ઈતિહાસમાં એક એવા પુત્ર તરીકે યાદ કરવામાં આવશે જેણે પિતાનું અપમાન કર્યું. ચિત્રાએ કહ્યું કે લાલુ પ્રસાદે એકવાર દાવો કર્યો હતો કે ઠાકરે પરિવાર બિહારનો છે અને બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્રમાં ઘૂસણખોર છે. આજે ઉદ્ધવ ઠાકરે એ લોકો સાથે છે જેમણે બાળાસાહેબ ઠાકરેની મરાઠી ઓળખ પર સવાલ ઉઠાવ્યા હતા.