બિપરજોય વાવાઝોડુંઃ115તાલુકામાં વરસાદ

0
154

બિપરજોય વાવાઝોડાંની અસર

છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ

અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 115 તાલુકામાં વરસાદ  વરસ્યો છે.બિપરજોય વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્રમાં,કચ્છમાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ જૂનાગઢમાં વરસ્યો હતો.જૂનગાઢમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે સાથે કેશોદમાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે તેવી સંભાવના છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહીઃ

વાવાઝોડું બિપરજોય સાંજે ત્રાટકવાનો છે.ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ હાવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ,વડોદરા,રાજકોટ,તાપી ,ડાંગ,છોટા ઉદેપુર,મહિસાગર,દાદર નગર હવેલી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

બિપરજોય વાવાઝોડાં અંગે તંત્ર એલર્ટ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

47 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાઃઋષિકેશ પટેલ

સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવીઃઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી ગુજરાત  00-204

બિપરજોય વાવાઝોડાં અંગે તંત્ર એલર્ટ મોડ પર છે  આ અંગે માહિતિ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં  47 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. લોકોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જેમાંથી 270 મહિલાઓની ડિલિવરી થઈ ચૂકી છે. તમામ ટીમો ખાતરી કરી રહી છે કે નુકસાન ઓછું થાય

વાંચો અહીં બિપરજોય અંગેના સમાચાર