Bikaner News : રાજસ્થાનમાંથી ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. 16 એપ્રિલના રોજ બિકાનેરના લુંકરનસર તાલુકાના સહગરાસર ગામમાં લગભગ દોઢ વિઘા જમીનમાં ખાડો પડી ગયો હતો. ત્યારે હવે અહીંયા તપાસ કરવા માટે જિયોલોજિકલ સર્વેની ટીમ પહોંચી છે. જે જમીનમાં અચાનક કેવી રીતે 50 ફૂટથી વધુનો ખાડો પડી ગયો તેની તપાસ કરી રહી છે.

Bikaner News : પ્રાથમિક દ્રષ્ટિએ GSIની ટીમ પ્રમાણે, કોઈક સમયે આ જમીનની નીચે પાણીનો ભંડાર હશે. જેના કારણે જમીન ભીની થઈ ગઈ હતી. અહીં GSIની ટીમ સ્ટડી કરશે અને ઘટનાના કારણો શોધશે. હાલ આ ઘટનાને સિંકહોલ માનવામાં આવી રહી છે.

Bikaner News : કલમ 144 લાગૂ કરી દેવામાં આવી

આ ઘટના પછી મોટી સંખ્યાં દૂર-દૂરથી લોકો આ ખાડો જોવા માટે પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ખાડાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. અહીં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

Bikaner News : એક જમીન સર્વેક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ‘હાલ અમે સાઈટની તપાસ કરી રહ્યા છે. આવતીકાલથી વિધિવત સ્ટીડ શરૂ કરાશે. આ વિસ્તારના ડેટા પણ ભેગા કરાશે. ત્યારે જ કહીં શકાશે અહીં ખરેખર શું થયું છે. આમ તો આ ઘટના કુદરતી જ લાગી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો