Bigg Boss 19:બિગ બોસ 19નો વિનર ગૌરવ ખન્ના બન્યો, જીત્યા ₹50 લાખ; ભરહાના ભટ્ટ રનર-અપ

0
97
Bigg Boss 19
Bigg Boss 19

Bigg Boss 19:બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતા દેશના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 19ને આ સીઝનનો વિનર મળી ગયો છે. ટીવીના જાણીતા અભિનેતા ગૌરવ ખન્નાએ મજબૂત કન્ટેસ્ટન્ટ્સ—તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિકને હરાવીને બિગ બોસ 19 ટ્રોફી પોતાના નામે કરી છે. શોની ફર્સ્ટ રનર-અપ ભરહાના ભટ્ટ રહી હતી.

Bigg Boss 19

Bigg Boss 19 :ગૌરવ ખન્નાને શું મળ્યું?

બિગ બોસ જીતનારને દર વર્ષે મળતા ઇનામની પરંપરા ચાલુ રાખતાં, આ વર્ષે પણ વિનરને ₹50 લાખનું પ્રાઈઝ મની આપવામાં આવ્યું.
ગયા વર્ષે બિગ બોસ 18ના વિનર કરણવીર મેહરાને પણ ₹50 લાખ મળ્યા હતા અને મુનાવર ફારૂકીને 17મી સીઝનમાં એટલુ જ ઇનામ મળ્યું હતું.

Bigg Boss 19: બિગ બોસ 19ની સફર કેવી રહી?

આ સીઝનમાં શરૂઆતથી જ ડ્રામા, ટાસ્ક, ભાવનાત્મક ક્ષણો અને વિવાદોએ TRPમાં આગ લગાવી હતી. ગૌરવ ખન્ના ઘરમાં સૌથી શાંત, તેવડા અને સ્ટ્રેટેજિક પ્લેયર તરીકે જાણાયા. તેમની સમજદારી, ટાસ્કમાં મજબૂત પ્રદર્શન અને ફેન્સનો વિશાળ સપોર્ટ તેમને વિજેતા બનાવવામાં મુખ્ય ફેક્ટર રહ્યા.

Bigg Boss 19

Bigg Boss 19:અત્યાર સુધીના બિગ બોસના તમામ વિનર્સ

  • સીઝન 1 – રાહુલ રોય
  • સીઝન 2 – આશુતોષ કૌશિક
  • સીઝન 3 – વિંદૂ દારા સિંહ
  • સીઝન 4 – શ્વેતા તિવારી
  • સીઝન 5 – જૂહી પરમાર
  • સીઝન 6 – ઉર્વશી ધોળકિયા
  • સીઝન 7 – તનિષા મુખર્જી
  • સીઝન 8 – ગૌતમ ગુલાટી
  • સીઝન 9 – પ્રિન્સ નરુલા
  • સીઝન 10 – મનવીર ગુર્જર
  • સીઝન 11 – શિલ્પા શિંદે
  • સીઝન 12 – દીપિકા કક્કર
  • સીઝન 13 – સિદ્ધાર્થ શુક્લા
  • સીઝન 14 – રૂબીના દિલૈક
  • સીઝન 15 – તેજસ્વી પ્રકાશ
  • સીઝન 16 – એમસી સ્ટેન
  • સીઝન 17 – મુનવ્વર ફારૂકી
  • સીઝન 18 – કરણવીર મેહરા
  • સીઝન 19 – ગૌરવ ખન્ના

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Google AI Glass:ગૂગલ AI ગ્લાસથી અજાણ્યા લોકોની અંગત માહિતી તરત મળશે