ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકાકાંડમાં મોટો ખુલાસો – રેલો IAS, CMO અને GCA સુધી પહોંચશે

0
173
પ્રદીપ સિંહ
પ્રદીપ સિંહ

ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ના રાજીનામા અને અમદાવાદમાં પાટીલ જૂથના આ નેતાને બદનામ કરવાના પ્રકરણમાં અમે નામોના ખુલાસા કરી રહ્યાં છે. જે નામો જાહેર થતાં જ અનેક નેતાઓના પગતળે રેલો આવી જશે. ગુજરાતમાં પાટીલ જૂથને બદનામ કરવાના એજન્ડામાં પ્રદીપસિંહ વાઘેલા ભોગ બન્યા છે. ફિલ્મી સ્ટોરીની જેમ ઘડાયેલા આ કાવતરાની એક બાદ એક પરતો ખૂલી રહી છે. જેમાં અમદાવાદની પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પ્રદીપસિંહને રાજીનામું આપવાની ફરજ પાડવાના આ પ્રકરણમાં કેટલાક મોટા માથાઓના નામ ખૂલે તો નવાઈ નહીં. હવે આગામી દિવસોમાં ખુલાસો થશે કે પોલીસ કોના ઘર સુધી પહોંચે છે. ભાજપના પ્રદેશ મહામમંત્રી પ્રદીપસિંહ ને બદનામ કરવાના પત્રિકા યુદ્ધના રેલો એક જાણીતા મહારાજ, 4થી 5  IAS અને જીસીએ અને સીએમઓ સુધી પહોચ્યો છે

  • ભાજપનો કાર્યકર જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહ પત્રિકા કાંડના મુખ્ય સુત્રધાર 
  • પત્રિકા કાંડમાં સિનિયર IAS અધિકારીઓના ખુલશે નામ
  • અમદાવાદમાં રહેતા સંતની પણ સંડોવણી
  • પાર્ટી ગ્રીન સિગ્નલ આપશે તો ષડ્યંત્ર કરનાર વિરુદ્ધ પ્રદીપસિંહ વાઘેલા નોંધાવશે પોલીસ ફરિયાદ 
  • પત્રિકા વાયરલ કરનાર પર કસાશે સકંજો, SOG કરશે તપાસ
  • મોટા માથાઓનું નામ બહાર આવે તેવી પૂરી શક્યતાઓ 

અઢી વર્ષથી પ્રદીપસિંહ વિરુદ્ધ ઘડાતા હતા કાવતરા
 પાટીલ જૂથના નેતા પ્રદીપસિંહને બદનામ કરી રાજીનામું આપવા મજબૂર કરનાર નેતાઓની અમે કરમકુંડળી બહાર લાવી રહ્યાં છે. આ કેસમાં એક પિતાપુત્રની પણ સંડોવણી બહાર આવી છે. જીમિત શાહ અને મુકેશ શાહના નામનો ખુલાસો થયો છે. મુકેશ શાહ એ એક સમયે સાણંદ તાલુકા પંચાયતમાં નોકરી કરતા હતા. જેઓ સામે અનિલભાઈ નામના એક ડીડીઓએ ફરિયાદ કરતાં મુકેશ શાહ જેલમાં ગયા હતા. છેલ્લા અઢી વર્ષથી જીમિત શાહ પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતો હતો. આ મોટાપાયે ઘડાયેલું એક કાવતરું છે. જેમાં 4થી 5 IASના નામ ખૂલે તો પણ નવાઈ નહીં. પ્રદીપસિંહને બદનામ કરવામાં સરકારી ખાતામાં ટોપના અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા બહાર આવી છે. જેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે. આ સિવાય સીએમઓમાં કામ કરતા એક ઉચ્ચ અધિકારીનું પણ નામ બહાર આવ્યું છે. જે આ ટોળકીનો હિસ્સો છે. જે પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતી હતી.  આમ પ્રદીપસિંહને બદનામ કરવાની ટોળકીમાં મોટા માથાઓ સંડોવાયેલા છે.

અધિકારીઓ સાથે સંતની ભૂંડી ભૂમિકા
આ કાવતરાના છેડા આટલેથી પણ નથી અટક્યા આ લોકોએ ભેગા મળીને પ્રદીપસિહ સામે સતત ફરિયાદો કરી એમને બદનામ કરવાની એક તક છોડી નથી. આ પ્રકરણમાં જીસીએ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. જ્યાંના એક અધિકારીએ પણ ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા સાથે મળીને પ્રદીપસિંહને બદનામ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી છે. પોલીસ આ તમામ લોકોની હાલમાં પૂછપરછ કરી રહી છે.  રાજકારણીઓ અને આઈએસ જોડાયેલા હોય એ મનાય પણ અમદાવાદના એક સંતની ભૂમિકા પણ આ કેસમાં સ્પષ્ટ થઈ છે. પોલીસ આ કેસમાં ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે. હાલમાં આ મામલે ફક્ત પૂછપરછો કરાઈ રહી છે. આગામી દિવસોમાં પ્રદીપસિંહે ફરિયાદ કરી તો આ કેસમાં દોરી સંચાર કરનાર ભાજપના જ કેટલાક મોટા માથાઓના ઘર સુધી રેલો પહોંચી શકે છે. ભાજપમાં હાલમાં યાદવા સ્થળી ચાલી રહી છે અને પાટીલ જૂથને બદનામ કરવા માટે કેટલાક નેતાઓ સક્રિય થયા છે.  આ તો મામૂલી પ્યાદા છે આ પ્રકરણમાં માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા પોલીસ સક્રિય બની છે. જો પોલીસ તપાસ કોઈપણ ભેદભાવ પૂર્વક આગળ વધી તો આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે એવા નામો ખૂલશે. હાલમાં તો આ પત્રિકા યુદ્ધમાં પ્રદીપસિંહ વાઘેલાનો ભોગ લેવાઈ ગયો છે.