Big Relief for Home Guards:રાજ્ય સરકારએ હોમગાર્ડ જવાનો માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય જાહેર કર્યો છે. હવે હોમગાર્ડ કર્મચારીઓને 55 વર્ષની વયે નહીં પરંતુ 58 વર્ષની વયે નિવૃત્ત કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

સરકાર મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ–9માં જરૂરી સુધારો કરશે, જેના પછી નવી વયમર્યાદાનો અમલ શરૂ થઈ જશે. આ બદલાવથી રાજ્યના હજારો હોમગાર્ડ જવાનોને સીધો લાભ થશે.
Big Relief for Home Guards:હોમગાર્ડ દળનું મહત્વ

6 ડિસેમ્બર, 1947ના રોજ રચાયેલી હોમગાર્ડ દળનું મુખ્ય કાર્ય છે:
- કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની મદદ
- કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં સેવાઓ
- આંતરિક સુરક્ષા ફરજો
રાજ્યમાં હોમગાર્ડ દળ વર્ષોથી પોલીસના પૂરક બળ તરીકે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.
Big Relief for Home Guards:હોમગાર્ડ જવાનોની ભૂમિકા

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે હોમગાર્ડ જવાનો પોતાની માનદ સેવાઓ દ્વારા અનેક મહત્વપૂર્ણ ફરજો બજાવે છે:
- ચૂંટણી બંદોબસ્ત
- ટ્રાફિક મેનેજમેન્ટ
- રાત્રી પેટ્રોલિંગ
- VIP અને ધાર્મિક/મેળા બંદોબસ્ત
- દૈનિક પોલીસ ફરજોમાં સહયોગ
આ જવાનો સતત મેદાનમાં રહીને પોલીસ દળની સાથે ખંતપૂર્વક કાર્ય કરે છે.
Big Relief for Home Guards:નવા નિયમથી શું બદલાશે?
➡️ જવાનોને 3 વર્ષ વધુ સેવા કરવાનો મોકો મળશે
➡️ રાષ્ટ્ર અને સમાજપ્રતિ નિષ્ઠા સાથે કામ કરવાની તક વધશે
➡️ માનદ હોમગાર્ડ જવાનો પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકશે
➡️ પોલીસ-જનતા જોડાણ વધુ મજબૂત થશે
➡️ હોમગાર્ડ દળનો મેદાની અનુભવ વધુ અસરકારક રીતે ઉપયોગમાં મળશે
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ નિર્ણય હોમગાર્ડ જવાનો માટે ઉત્સાહજનક છે અને તેમની સેવા ભાવનાને વધુ મજબૂત બનાવશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




