જર્મનીમાં રહેલી મૂળ ગુજરાતી દીકરી અરિહા પર મોટા સમાચાર, જાણો વિદેશ મંત્રાલયે શુ કહ્યું

0
211
અરિહા
અરિહા

જર્મનીમાં રહેલી મૂળ ગુજરાતી દીકરી અરિહા પર એક મોટા સમાચાર મળી રહ્યા છે. અરિહા ને જર્મનીમાં ખાસ કાઉન્સેલર આપવામાં આવશે. જી હા…વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી આપતા જમાવ્યું છે કે ગુજરાતી મૂળની દીકરી અરિહા ને જર્મનીમાં ખાસ કાઉન્સેલર આપવામાં આવશે, એટલું જ નહીં, કાઉન્સેલર અરિહાને ભારતીય સંસ્કૃતિ, રિવાજો સમજાવશે. વિદેશ મંત્રાલય જર્મનીના ઓથોરિટી સાથે સતત સંપર્કમાં છે. જર્મન રાજદૂતને કેસ મામલે સમન્સ આપવામાં આવ્યું છે. 

અરિહાના પિતા ભાવેશ શાહ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની ધારા સાથે જર્મનીમાં રહે છે. જ્યારે અરિહા સાત મહિનાની હતી ત્યારે તેને રમતા રમતા ઈજાગ્રસ્ત થઈ જતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અરિહાની માતા ધારા શાહે જણાવી સમગ્ર ઘટના…
અરિહા શાહની માતા ધારા શાહે આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. મૂળ અમદાવાદી પણ ભૂયંગદેવમાં રહેતાં ભાવેશ શાહ અને ધારા શાહ 2019માં નોકરી કરવા માટે જર્મનીના બર્લિન શહેરમાં શિફ્ટ થયાં હતાં. બંને જણા એક સાથે ગયા બાદ ધરા શાહ પ્રેગનન્ટ થતાં ફેબ્રુઆરી 2021માં અરિહાનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર 2021માં અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થઈ હતી. અરિહાને તુરંત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેની સારવાર કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. થોડા દિવસ પછી અરિહાને ફરીથી ડૉક્ટરને બતાવવા ભાવેશ અને ધારા હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમને જબરદસ્ત ચોંકાવનારો અનુભવ થયો હતો. 

 તેમણે કહ્યું કે બાળકી હવે 27 મહિનાની છે. 20 મહિનાથી મારાથી દૂર છે. જ્યારે બાળક 7 મહિનાનું હતું, ત્યારે મેં તેના ડાયપરમાં લોહી જોયું. આના પર હું તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં ડૉક્ટરે ‘બધું સારું છે’ કહીને પાછા મોકલ્યા. બાદમાં જ્યારે અમે ફોલો-અપ માટે ગયા, ત્યારે તેઓએ બાળ સંભાળ સેવાને ફોન કર્યો અને બાળકને તેમને સોંપ્યું. પરિવાર પર અભદ્ર અને ખોટા આક્ષેપો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમારા પર બાળકી સાથે જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, અમે પ્રમાણિક હતા. કારણ કે અમે પોતે તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. 

જે હોસ્પિટલે આરોપો મૂક્યા હતા તેણે તેમને ફગાવી દીધા હતા.
ધારા વધુમાં જણાવે છે કે, આપણે આવું કેમ કરીશું? કોઈ ભારતીય પોતાના બાળક સાથે કે કોઈના બાળક સાથે આવું વિચારી ન શકે? બધું ચકાસ્યું. જે હોસ્પિટલે ચાઈલ્ડ કેર નામ આપ્યું હતું, તેણે ડિસેમ્બર 2021માં રિપોર્ટ આપ્યો હતો. તે રિપોર્ટમાં તેણે જાતીય શોષણને નકારી કાઢ્યું હતું. બાળકીના પિતા અને દાદા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. ફેબ્રુઆરી 2022માં પોલીસે આ કેસ બંધ કરી દીધો હતો. અમને લાગ્યું કે આ લોકોની જે પણ ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે. હવે બાળકી અમને આપવામાં આવશે. તેમ છતાં, ચાઇલ્ડ કેરે પેરેંટલ કસ્ટડી સમાપ્ત કરવા માટે કેસ ચાલુ રાખ્યો.