કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આસામને મોટી ભેટ

0
252

ગડકરીના હસ્તે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ

ગડકરીના હસ્તે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પણ ઉદ્ઘાટન 

4 હાઇવે પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 1,450 કરોડ

આસામ વૃદ્ધિ અને વિકાસ તરફ અગ્રેસર : ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આસામને મોટી ભેટ આપી છે. તેમણે આસામમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેઓએ અહીં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 4 હાઇવે પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 1,450 કરોડ છે. ગડકરીએ NH 15 પર રૂપિયા 535 કરોડના ખર્ચે ચાર-માર્ગીય મંગલદેઈ બાયપાસ અને રરૂપિયા 517 કરોડના ખર્ચે NH 29 પર ડાબોકા-પારખુવા સેક્શનનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત, રૂપિયા 247 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા NH 127ના નાગાંવ-તેલિયાગાંવ સેક્શન અને રૂપિયા 156 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા એ જ હાઇવેના તેલિયાગાંવ-રંગગારા સેક્શનને પણ દેશને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, “આજે આસામ વૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આસામ સરકારે આ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીમાં પણ ઝડપ દર્શાવી છે. આ સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાં રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશોને અનુરૂપ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ન કરીને ભારત તેના પ્રદૂષણને 40 ટકાથી વધુ ઘટાડી શકે છે.”

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો –