પશ્ચિમ બંગાળ સરકારનું મોટું એલાન

0
155

પશ્ચિમ બંગાળમાં ગરમીને જોતા સપ્તાહ માટે શાળા-કોલેજો બંધ

દેશના અનેક રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. તે વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં શાળા-કોલેજો આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જેના પગલે હવે અહીં વિદ્યાર્થીઓને ભીષણ ગરમીમાં શાળા-કોલેજ જવામાં છૂટકારો મળશે. મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા દિવસોથી હીટવેવ ચાલી રહી છે. કોલકાતામાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે એટલું જ નહીં આગામી દિવસોમાં તેમાં વધારો થવાની શક્યતા છે.