Bhupendra patel: CM ભૂપેન્દ્ર પટેલનો  64 મો જન્મદિવસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

0
2

Bhupendra patel: CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 64 મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ X પર પોસ્ટ કરીને CM ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન પર વડાપ્રધાન મોદીના આશીર્વાદ મેળવ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે કામના કરી છે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરની સરકારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Bhupendra patel

Bhupendra patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરના દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. આજે ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દાદા ભગવાન (Dada Bhagwan)ના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેથી તેઓ જન્મદિવસ જેવા કોઈપણ શુભપ્રસંગે ત્રિમંદિરના દર્શને જાય છે. આજે વડાપ્રધાન મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન સિવાય ભાજપના નેતા, ધારાસભ્યો, અગ્રણીઓ દ્વારા પણ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે.

Bhupendra patel

Bhupendra patel: વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64 મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રંગે ચંગે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા. આ વૃક્ષારોપણમાં રાજકીય આગેવાનો, સ્થાનિક સંગઠનના અગ્રણી-સભ્યો પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ શાળાના બાળકોને વૃક્ષ ઉછેરનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જેમ આપણને પાણી જોઈએ તેમ વૃક્ષોને પણ પાણી જોઈએ . સ્કૂલે આવ્યા બાદ સૌથી પહેલા વૃક્ષોને પાણી પીવડાવવું જોઈએ.

Bhupendra patel
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Bhupendra patel: CM ભૂપેન્દ્ર પટેલનો  64 મો જન્મદિવસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા