BHUPAT BHAYANI : નેતાજીનો વાણી-વિલાસ, વધુ એક ભાજપ નેતાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યા ન-પુંસક      

0
88
BHUPAT BHAYANI
BHUPAT BHAYANI

BHUPAT BHAYANI : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન બાદ હજુ સુધી વિવાદ શાંત થયો નથી. ત્યારે હજુ સુધી ભાજપના નેતાઓ બેફામ નિવેદન કરી રહ્યા છે. જૂનાગઢના વિસાવદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના વાયરલ વીડિયો બાદ હવે આ જ કાર્યક્રમમાંથી વધુ એક ભાજપ નેતાનો વીડિયો સામે આવ્યો છે. આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી રાહુલ ગાંધીને ‘નપુંસક’ કહેતા વિવાદ સર્જાયો છે.

BHUPAT BHAYANI

BHUPAT BHAYANI : આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી.

BHUPAT BHAYANI : લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સોમવારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત વિસાવદરના AAPના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ કાર્યકર્તાઓને સંબોધતાં બફાટ કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય’. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી.

BHUPAT BHAYANI : કોણ છે ભૂપત ભાયાણી ?

BHUPAT BHAYANI

BHUPAT BHAYANI : ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી લઈ ધારાસભ્ય સુધીની રહી છે. ભાયાણી આગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને એક વખત જિલ્લા પંચાયત અને બે વખત તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા પણ બન્યા હતા. ઉપરાંત, તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપત ભાયાણી તેમના મત વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. તેમની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી હતી. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ ત્રણ વર્ષ પહેલાં જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા. ત્યાર બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપની ટિકિટ મેળવી વિસાવદર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જો કે, ચાર મહિના પહેલાં જ તેઓએ ધારાસભ્ય પદેથી અને આપમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં ઘરવાપસી કરી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો