Bharuch news :ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો, પોલીસ હેડક્વાર્ટરમાં ચકચાર

0
106
Bharuch
Bharuch

Bharuch news :ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી રહેણાક વ્યવસ્થામાં ફરજ બજાવતી યુવતી કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

Bharuch news :હેડક્વાર્ટરના રૂમમાં લટકતી હાલતમાં મળી લાશ

Bharuch news

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા પોતાના રહેણાક રૂમમાં 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસિંહ પરમાર લટકતી હાલતમાં મળી આવી હતી. ગત રાત્રિના સમયે આ ઘટના સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બી ડિવિઝન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Bharuch news :આપઘાતનું કારણ અકબંધ, તપાસ શરૂ

હાલ સુધી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો તેમજ સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ અચાનક લીધેલા અંતિમ પગલાં પાછળનું સાચું કારણ જાણવા મળી શકે.

Bharuch news :ગઈકાલે સુધી બધું સામાન્ય લાગતું હતું

ચોંકાવનારી વાત એ છે કે, આપઘાતના એક દિવસ અગાઉ પ્રીતિ પરમાર પોતાની ફરજ દરમિયાન સંપૂર્ણ રીતે સામાન્ય અને ખુશખુશાલ જણાતી હતી. તેણીએ સ્ટાફ સાથે પાણીપુરી ખાધી હતી અને સાથે નાસ્તો પણ કર્યો હોવાનું સહકર્મીઓએ જણાવ્યું છે. તેથી, અચાનક બનેલી આ ઘટના અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે.

LIB શાખામાં ફરજ બજાવતી હતી પ્રીતિ

Bharuch news

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની વતની પ્રીતિ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB (Local Intelligence Branch) શાખામાં ફરજ બજાવતી હતી. ફરજ પૂર્ણ કર્યા બાદ તે પોતાના રૂમમાં ગઈ હતી, જ્યાં તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

પોલીસ બેડામાં શોકની લાગણી

યુવા મહિલા કોન્સ્ટેબલના અચાનક અવસાનથી ભરૂચ પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.

આ પણ વાંચો :Ahmedabad Tragedy:અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી, પત્નીનું મોત થતાં પતિએ પણ કર્યો આત્મઘાત