BHARAT RATNA : દેશનો સૌથી મહત્વના એવા ભારત રત્ન (BHARAT RATNA) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્રાંતિના જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. એમએસ સ્વામીનાથને દેશમાં સામાન્ય જનતા માટે ખાદ્ય પદાર્થની અછત ન રહે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.
BHARAT RATNA : ચેન્નઈમાં જન્મ

સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ ચેન્નાઈ (તે સમયે કુંભકોનમ, મદ્રાસ પ્રેસિડેન્સી)માં થયો હતો. તેના પિતા સર્જન હતા. સ્વામીનાથને મહારાજા કોલેજ, તિરુવનંતપુરમમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી અને કોઈમ્બતુર કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં બીએસસીની ડિગ્રી મેળવી છે. આ પછી, તેમણે વર્ષ 1949 માં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) માંથી કૃષિ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી લીધી.
પોસ્ટ ગ્રેજ્યુએશન પછી સ્વામીનાથન કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. 1952માં તેમણે અહીંથી પીએચડી કર્યું. 1954માં ભારત આવ્યા અને IARC, નવી દિલ્હીના ફેકલ્ટી બન્યા. તેમણે 1961 થી 1972 સુધી 11 વર્ષ સુધી અહીં ડિરેક્ટર તરીકે કામ કર્યું. કૃષિ વૈજ્ઞાનિક તરીકે સ્વામીનાથનને ઘણા પુરસ્કારો મળ્યા હતા.
BHARAT RATNA : શિક્ષણ અને કામ

હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા એમ.એસ.સ્વામીનાથને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેમણે ICAR ના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ખાદ્ય અને કૃષિ સંગઠનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમએસ સ્વામીનાથન 2007 થી 2013 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
- *તેમણે મહારાજા કોલેજ, તિરુવનંતપુરમમાંથી પ્રાણીશાસ્ત્રમાં B.Sc ડિગ્રી મેળવી.
- *ત્યારબાદ તેમણે જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગમાં વિશેષતા મેળવી અને એમ.એસસી. ની પદવી પ્રાપ્ત કરી છે.
- *1949 માં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) માંથી કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી.
- *1972 થી 1979 સુધી ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને 1982 અને 1988 વચ્ચે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના ડાયરેક્ટર જનરલ
- *સ્વામીનાથને 1979માં કૃષિ મંત્રાલયના અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી હતી.
તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1943 માં બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો હતો. જેમાંથી તેમણે પ્રેરણા લીધી હતી અને આ પછી 1944માં મદ્રાસ એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1947માં તેઓ જીનેટિક્સ અને છોડના સંવર્ધનનો અભ્યાસ કરવા દિલ્હીની ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)માં પહોંચ્યા હતા. આ પછી પોતાના વધુ અભ્યાસ દરમિયાન 1949 માં સાયટોજેનેટિક્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
BHARAT RATNA : એમએસ સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. તેમજ તેઓ પ્રથમ વ્યક્તિ છે જેમણે ઘઉંની શ્રેષ્ઠ જાતની સંશોધન કરી હતી. જેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો. આ સાથે જ તેમણે બટાકા પર સંશોધન કર્યું હતું.
BHARAT RATNA : અનેક એવોર્ડ

સ્વામીનાથનને તેમના કાર્ય માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં પદ્મશ્રી (1967), પદ્મભૂષણ (1972), પદ્મવિભૂષણ (1989), મેગ્સેસે એવોર્ડ (1971) અને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1987)નો સમાવેશ થાય છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने