ELECTION આચાર સંહિતા અને કાયદા
આચાર સંહિતા અને કાયદા
ELECTION પંચની જવાબદારી અને નિયમો
રેવડી કલ્ચર’ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
ખર્ચ અંગેના નિયમો
ઉમેદવાર પ્રચાર માટે કેટલો ખર્ચ કરી શકે
પ્રચાર દરમિયાન ઝડપાતી રકમ અંગે સજા
ચૂંટણી ELECTION લડવા માટેના કાયદા
લોકસભાની ઉમેદવારી કોણ કરી શકે અને લડી શકે
ઉમેદવારની વય મર્યાદા કેટલી છે
ઉમેદવારોએ આપવી પડતી માહિતી
પક્ષ પલટો કરનાર ઉમેદવાર લડી શકે ?

મતદારો માટેના નિયમો અને કાયદા
નોટા એટલે શું ?
રાજકીય પક્ષો માટેના નિયમો
ફરિયાદ સામે કેવી કાર્યવાહી કરી શકે
એક ઉમેદવાર બે બેઠકો પર નહીં લડી શકે ?
વાણીવિલાસ કરતા નેતાઓ અંગે કાર્યવાહી થઇ શકે ?
• કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
• કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે કામ કરે છે અને કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો પંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.

• સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ પ્રચાર માટે કરી શકાતો નથી.
• કોઈ પણ ધાર્મિક સ્થળનો પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી.
• સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગે લગાવેલા પોસ્ટર્સ હટાવી દેવા જરૂરી છે.
• સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાતો સરકારી ખર્ચે આપી શકાતી નથી.
• સરકારી પૈસા કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં વાપરી શકાય નહીં જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
• ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
• જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો કરી શકાતા નથી.
સોશિયલ મીડિયા પર આચારસંહિતાના શું નિયમો હોય છે?
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાતો આપતા પહેલા પંચને તેની જાણકારી આપવી જરૂરી હોય છે. પંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે. ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારના ખર્ચનો હિસાબ પણ આપવો પડે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે.
ELECTION આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તો શું સજા થાય?
કોઈપણ ઉમેદવાર કે પક્ષ કે પછી સમર્થકોએ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી બને છે. ઉમેદવારો પક્ષ, જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત માગી શકતા નથી. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંનિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.