કાયદાના ફાયદા 1324 | Rape Laws રેપ અંગેના કાયદા અને સજા

0
79
કાયદાના ફાયદા 1324 | Rape Laws રેપ અંગેના કાયદા અને સજા
કાયદાના ફાયદા 1324 | Rape Laws રેપ અંગેના કાયદા અને સજા
Rape Laws and Punishment

ક્યું કૃત્ય ક્યારે અપરાધમાં બદલાઈ જાય છે અને તેના માટે શું સજા હોવી જોઇએ?
હાલમાં આ પ્રશ્નનો જવાબ ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ – આઈપીસી) Rape Laws and Punishmentહેઠળ નક્કી થાય છે. જેમાં 500થી વધુ કલમોમાં અલગ-અલગ અપરાધો અને તેમનાં માટે આપવામાં આવતી સજાને પરિભાષિત કરવામાં આવી છે.
અંદાજે 160 વર્ષ જૂના આ કાયદાઓમાં સમયાંતરે બદલાવો કરવામાં આવે છે, પરંતુ તેના સ્વરૂપને અત્યાર સુધી નથી બદલવામાં આવ્યું.
હવે ભારત સરકાર એક મોટો બદલાવ કરવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય દંડ સંહિતા(આઈપીસી), દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી), અને ઍવિડન્સ ઍક્ટની જગ્યાએ ત્રણ નવા કાયદાઓનો મુસદ્દો રજૂ કર્યો હતો.

Rape Laws and Punishment આ નવા કાયદાઓનાં નામ છે- ભારતીય ન્યાય સંહિતા 2023

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023.
એવું મનાય છે કે બહુ જલ્દી આ ત્રણેય બિલ જલદીથી સંસદીય પ્રક્રિયામાંથી પસાર થઈને કાયદો બની જશે.
આ બિલ રજૂ કરતા અમિત શાહે કહ્યું કે, “1860થી 2023 સુધી અંગ્રેજોએ બનાવેલા કાયદાનાં આધારે જ દેશની અપરાધિક ન્યાય પ્રણાલી ચાલતી રહી.

તેની જગ્યાએ ભારતીય આત્મા સાથે ત્રણ કાયદા જોડાશે અને આપણી અપરાધિક ન્યાય પ્રણાલીમાં મોટાપાયે પરિવર્તન આવશે.”
તેમણે એ વાત પર ભાર મૂકતા કહ્યું કે ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ સાથે થતા અપરાધોને રોકવા ખાસ પગલાં ભરવામાં આવ્યાં છે.
આવો જાણીએ કે

આઈપીસીની સરખામણીમાં ભારતીય ન્યાય સંહિતા 2023 બિલRape Laws and Punishment આ અપરાધોને રોકવામાં કેટલું કારગર સાબિત થઈ શકે તેમ છે કે નહીં?
ઓળખ છુપાવીને લગ્ન કરવા પર સજાની જોગવાઈનવા પ્રસ્તાવિત કાયદાની કલમ 69 પ્રમાણે જો કોઈ વ્યક્તિ લગ્ન, રોજગાર કે પ્રમોશનનો ખોટો વાયદો કરીને કોઈ મહિલા સાથે જાતીય સંબંધ બાંધે છે તો તેને સજા થશે.


આ સજા દસ વર્ષ સુધી લંબાવી શકાય છે અને દંડ પણ થઈ શકે છે.


આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરે છે તો તેના પર દસ વર્ષ સુધીની સજાનો નિયમ લાગુ પડશે.
જોકે, આ કલમ હેઠળ આવતા કેસોને બળાત્કારની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આઈપીસીમાં- લગ્નનો ખોટો વાયદો કરીને જાતીય સંબંધ બનાવવા, રોજગાર કે પ્રમોશનનો ખોટો વાયદો કરવો અને ઓળખ છુપાવીને લગ્ન કરવા વગેરે ચીજો માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.Rape Laws and Punishment


આવા કિસ્સાઓ આઈપીસીની કલમ 90 હેઠળ આવરી લેવામાં આવે છે, જ્યાં જૂઠ્ઠાણાંના આધારે મેળવેલી સંમતિ ખોટી હોવાનું માનવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, આઈપીસીની કલમ 375 હેઠળ આરોપ ઘડવામાં આવે છે. આ કલમ બળાત્કાર જેવા અપરાધને વ્યાખ્યાયિત કરે છે.

આઈપીસી – બળાત્કાર એ આઈપીસીની કલમ 376 હેઠળ સજાને પાત્ર છે જેમાં ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઈ છે. જેને આજીવન કેદ સુધી પણ લંબાવી શકાય છે.
પરંતુ જો ગુનો કોઈ પોલીસ અધિકારી, જાહેર સેવક, સશસ્ત્ર દળોના સભ્ય, મહિલાના સંબંધી, હૉસ્પિટલ સ્ટાફ જેવી વ્યક્તિએ કર્યો હોય અથવા તો ગુનો એવી જગ્યાએ કરવામાં આવ્યો હોય કે જે મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત હોય, તો સજા વધુ આકરી બને છે.

Rape Laws and Punishment
આ પરિસ્થિતિમાં જો દોષિતને આજીવન કેદની સજા થાય છે તો તેણે બાકીનું જીવન જેલમાં જ પસાર કરવું પડશે.
પ્રસ્તાવિત કાયદો- કલમ 64 એ આ ગુનાઓ માટે સજા સૂચવે છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે બળાત્કારઆઈપીસી- કલમ 376 ડીએ હેઠળ ઓછામાં ઓછી 20 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. સજાને પછી આજીવન કારાવાસમાં પણ બદલી શકાય છે.


નવા કાયદામાં તેમાં કોઈ બદલાવની જોગવાઈ કરવામાં આવી નથી.
12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે બળાત્કાર
આઈપીસી- કલમ 376 એબી હેઠળ દંડ સાથે ઓછામાં ઓછી 20 વર્ષની સજાની જોગવાઈ છે જેને આગળ આજીવન કારાવાસમાં પણ બદલી શકાય છે. સાથે જ તેમાં મૃત્યુદંડની પણ જોગવાઈ છે.


નવા કાયદામાં કલમ 65(2)માં સજાની જોગવાઈ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
સગીરો સાથે બળાત્કારનાં મામલામાં મૃત્યુદંડ
આઈપીસી- કલમ 376ડી હેઠળ બળાત્કારના મામલામાં દોષી વ્યક્તિને ઓછામાં ઓછી 20 વર્ષની સજા અને તેને આગળ જતાં આજીવન કારાવાસમાં બદલી શકવાની જોગવાઈ છે. જો બળાત્કારનાં કિસ્સામાં છોકરીની ઉંમર 12 વર્ષથી ઓછી હોય તો મૃત્યુદંડની જોગવાઈ છે.


પ્રસ્તાવિત કાયદામાં કલમ 70(2) હેઠળ બળાત્કારનાં મામલામાં સજાને વધુ કઠોર બનાવવામાં આવી છે. જો છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો દોષીને મૃત્યુદંડ પણ થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતાની કલમ 375 બળાત્કારને વ્યાખ્યાયિત કરે છે અને તેને અપરાધ બનાવે છે, પરંતુ આ કલમના અપવાદ 2 સામે વાંધો ઉઠાવતી અનેક અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ છે.

આઈપીસી- કલમ 375 નો અપવાદ 2 જણાવે છે કે જો લગ્ન પછી કોઈ પુરુષ તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે છે, જેની ઉંમર 15 વર્ષ કે તેથી વધુ છે, તો તે બળાત્કાર ગણાશે નહીં. પછી ભલે તે પત્નીની સંમતિ વિના સંબંધ બાંધે. જોકે, વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે મહિલાની ઉંમર 18 વર્ષ કરી દીધી હતી.
હકીકતમાં, નિર્ભયા રેપ કેસ પછી જસ્ટિસ વર્માની કમિટીએ પણ વૈવાહિક બળાત્કાર માટે અલગ કાયદો બનાવવાની માંગ કરી હતી. તેમની દલીલ એવી હતી કે લગ્ન પછી સેક્સમાં પણ સંમતિ અને અસંમતિની વ્યાખ્યા થવી જોઈએ.


પ્રસ્તાવિત કાયદો – કોઈ ફેરફાર નથી, વૈવાહિક બળાત્કાર જેવા શબ્દનો ઉલ્લેખ પણ નથી.
આઈપીસીમાં યૌન શોષણનાં આરોપોને કલમ 354માં પરિભાષિત કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં ‘અપરાધિક કાનૂન સંશોધન અધિનિયમ, 2013’ હેઠળ આ કલમમાં ચાર પેટા કલમો જોડવામાં આવી હતી. જેમાં અલગ-અલગ અપરાધો માટે અલગ-અલગ સજાની જોગવાઈ છે.

આઈપીસી- કલમ 354એ હેઠળ કોઈ વ્યક્તિ કોઈ મહિલાનો શારીરિક સ્પર્શ કરે છે, કોઈ જાતીય માંગણી કરે છે, ‘સેક્સ્યુઅલ કલર્ડ રિમાર્ક’ કરે છે અથવા તો મરજી વગર પૉર્ન બતાવે છે તો તેના માટે ત્રણ વર્ષ સુધીની સજા, દંડ અથવા તો બંનેની જોગવાઈ છે.
‘સેક્સ્યુઅલ કલર્ડ રિમાર્ક’ માટે તેને એક વર્ષ સુધીની સજા, દંડ અથવા બંનેની જોગવાઈ છે.
354બી-જો કોઈ પુરૂષ કોઈ મહિલાના જબરદસ્તીથી કપડાં ઊતરાવે છે અથવા તો એવું કરવાની કોશિશ કરે છે તો આવું કરવા બદલ ત્રણથી સાત વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

354સી- મહિલાના કોઈ નિજી કૃત્યને જોવું, તેમની તસવીરો લેવી અને પ્રસારિત કરવી એ અપરાધ છે. તેના માટે ઓછામાં ઓછી એકથી ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. ફરીથી આવો અપરાધ કરવાને કારણે આ સજા ત્રણથી સાત વર્ષની થઈ શકે છે અને દંડમાં પણ વધારો થાય છે.
પ્રસ્તાવિત કાયદો- આ અપરાધોને કલમ 74થી 76માં પરિભાષિત કરવામાં આવ્યા છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.


જો કોઈ પુરુષ સ્ત્રીનો પીછો કરે છે અને જ્યારે મહિલાએ ના પાડી હોય તેમ છતાં પણ તે વારંવાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે તો એ ગુનો છે. તે જો કોઈ મહિલાનાં ઇન્ટરનેટ ઍક્સેસ, ઈમેલ કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશન પર નજર રાખે છે તો તે ગુનો છે.
આઈપીસી- કલમ 354ડી હેઠળ, પ્રથમ વખત દંડ સાથે સજાને ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. બીજા વખત ગુના માટે દંડ સાથે પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
પ્રસ્તાવિત કાયદો- કલમ 77 મુજબ, આ ગુનાઓની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં સજાની જોગવાઈ આઈપીસી જેવી જ છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેડછાડ કરવી

જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવાના ઈરાદાથી કોઈપણ શબ્દ, કોઈપણ અવાજ, હાવભાવ અથવા કોઈપણ વસ્તુનો ઉચ્ચાર કરે છે, તો તે ગુનો માનવામાં આવે છે.આઈપીસી – કલમ 509 હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિને દંડની સજા થશે જે ત્રણ વર્ષ સુધી લંબાવી શકે છે.
પ્રસ્તાવિત કાયદો – કોઈ ફેરફાર નથી.


જો કોઈ સ્ત્રી લગ્નનાં સાત વર્ષની અંદર દાઝી જવાથી, શારીરિક ઈજાને કારણે અથવા શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામે અને એવું જાણવા મળે કે તેના મૃત્યુ પહેલાં સ્ત્રીને તેના પતિ, પતિના સંબંધીઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો, તો તેને ‘દહેજ મૃત્યુ’ ગણવામાં આવે છે. .આઈપીસી- કલમ 304B હેઠળ એવી કેદની સજાને પાત્ર છે જે સાત વર્ષથી ઓછી ન હોય પરંતુ જેને આજીવન કેદ સુધી લંબાવી ન શકાય.
પ્રસ્તાવિત કાયદામાં કલમ 79માં દહેજ મૃત્યુની વ્યાખ્યા કરવામાં આવી છે અને સજામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.