ભારતીય શેર બજારમાં મંદીનો ટ્રેન્ડ  ,સેન્સેક્સ આજે 370 પોઈન્ટ તુટ્યો

0
369
ભારતીય શેર બજારમાં મંદીનો ટ્રેન્ડ
ભારતીય શેર બજારમાં મંદીનો ટ્રેન્ડ

ભારતીય શેર બજાર (Indian stock market) ખુલતાની સાથેજ રોકાણકારોને નિરાશ થયા છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં મંદીનો ટ્રેન્ડ  જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ આજે 370 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નિફ્ટી 100 અંક ગગળ્યો હતો. ગઈ કાલે જેરીતે બજાર ખુલ્યું જતું તે પ્રમાણે રોકાણકારોને દિપાવલી પર્વમાં સારા કારોબારની આશા હતી પણ બજાર ખુલતાજ મંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો ભારતીય બ્લુ ચીપ શેરોમાં સોમવારે મંદીનો સામનો કરવો પડ્યો છે. .NSE નિફ્ટી 50 0.51 ટકા ઘટ્યો અને S &P BSE સેન્સેક્સ 0.58 ટકા ઘટ્યો. હતો. જેમાં ઇન્ફરમેશન ટેકનોલોજી અને નાણાકીય ક્ષેત્રોમાં થયેલા નુકશાનને કારણે છે. ગઈકાલે સ્પેશીયલ ટ્રેન્ડીંગને સેશનમાં બંને બેન્ચમાર્ક ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી પીછે હઠ થઇ છે. જાણકારો આ ઘટાડા માટે ટેકનીકલ પુલબેકને આભારી છે. જે બજારમાં સતત હકારાત્મક ગતિ પર ભર મુકે છે. રોકાણકારો હવે બજારના કલાકો પછી ઓક્ટોબરના ભારતના છૂટક ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.

ભારતીય શેર બજારમાં ગ્લેનમાર્ક ફર્માંસ્યુંટીકલ સ્ટોક 4.44 ટકા ઘટીને રૂપિયા 729 પર ટ્રેન થઇ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્લેનમાર્કની કુલ આવક રૂપિયા 33,752મિલિયન ની સામે રૂપિયા 35,879 મિલિયન હતી. જે વાર્ષિક ધોરણે 6.3 નો વધારો નોંધાવે છે.

એક તરફ ભારતીય બજારમાં ઉથલ પાથલ જોવા મળી ત્યારે દુનિયાભરમાં પણ શેર બજાર પણ સહન કરી રહ્યું છે. ભારતીય બજાર એક દિવસ ઉપર જોવા મળે છે અને બીજા દિવસે સડસડાટ નીચે આવતા વાર લગતી નથી. રશિયા યુક્રેન યુદ્ધની અનિશ્ચિતતા , ઈઝરાઈલ – હમાસ ઘર્ષણ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને મંદીના વાદળો ઘેરાયેલા રહે છે ત્યારે દુનિયાની સૌથી મોટી એસેટ કંપની બ્લેકરોક ઈન્કના ફાઉન્ડર લેરી ફીન્કનું માનવું છે કે આ સમયે વીતેલા કેટલાક દાયકાઓ કરતા પરિસ્થિતિ ગંભીર છે પણ જયારે રોકાણકાર શેર બજારમાં રૂપિયા લગાવે છે ત્યારે શેર બજારની અસ્થિરતા વચ્ચે પણ રૂપિયા કમાવવાની તકો અને ઉપાયો વિચારવા પડશે આ ઉપરાંત દિગ્ગજ શેર રોકાણકાર વોરેન બફેટ પણ સલાહ આપે છે કે બજારમાંથી રૂપિયા બનાવવા અને નુકશાનીથી બચવા કેટલીક ટિપ્સ આપી છે . તેમના માર્ગદર્શન પ્રમાણે લાંબા સમય માટે રૂપિયા લગાવવા જોઈએ. શેર બજારમાં એક કહેવત છે અહી રૂપિયા શેર ખરીદવા અને વેચવામાં નહિ પણ રાહ જોવાથી બંને છે. વોરેન બફેટ (Warren Buffett) કહે છે કે શેર બજારની સાથે ગ્રોથ કરે છે લાંબાગાળાના રોકાણકારોને જ ફાયદો થાય છે